News of Saturday, 15th November 2025
ધીરેન્દ્ર શાસ્ત્રીની યાત્રામાં જયા કિશોરી આગળ ચાલ્યા: ૨૫ હજારથી વધુ ભક્તો જોડાયા: અભિનેત્રી શિલ્પા શેટ્ટી પણ હાજર
ધીરેન્દ્ર શાસ્ત્રીએ શિલ્પા શેટ્ટીને જોઈને હળવા અંદાજમાં કહ્યું કે, "તમને જોઈને બધા ઉત્સાહિત છે, અમે તમને અહીં બોલાવીને પરેશાન કરી દીધા."

પ્રસિદ્ધ કથાવાચક ધીરેન્દ્ર શાસ્ત્રી અને જયા કિશોરીની હાજરીમાં આયોજિત એક ભવ્ય ધાર્મિક યાત્રામાં ૨૫ હજારથી વધુ ભક્તોનો માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો.
આ યાત્રાના જે વીડિયો અને તસવીરો સામે આવી છે, તેમાં દેશના સુપ્રસિદ્ધ પ્રેરક વક્તા જયા કિશોરી યાત્રામાં ધીરેન્દ્ર શાસ્ત્રીની આગળ ચાલતા જોવા મળ્યા હતા, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે.
આ ધાર્મિક કાર્યક્રમમાં બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ પણ ખાસ હાજરી આપી હતી. અહેવાલો મુજબ, ધીરેન્દ્ર શાસ્ત્રીએ શિલ્પા શેટ્ટીને જોઈને હળવા અંદાજમાં કહ્યું કે, "તમને જોઈને બધા ઉત્સાહિત છે, અમે તમને અહીં બોલાવીને પરેશાન કરી દીધા."
હજારો ભક્તોની ઉપસ્થિતિમાં આ યાત્રા ભક્તિમય માહોલમાં સંપન્ન થઈ હતી.
(7:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
