News of Saturday, 15th November 2025
ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં મોટી દુર્ઘટના: પથ્થર ખનન દરમિયાન ખાણ ધસી પડતાં અનેક શ્રમિકો દટાયાની આશંકા

ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લામાં આજે સાંજે પથ્થર ખનન દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગેરકાયદેસર રીતે ચાલતી એક પથ્થરની ખાણનો મોટો હિસ્સો અચાનક ધસી પડ્યો હતો.
આ દુર્ઘટના સમયે ખાણમાં મોટી સંખ્યામાં શ્રમિકો કામ કરી રહ્યા હતા. કાટમાળ નીચે અનેક શ્રમિકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે મૃત્યુઆંક મોટો થવાની ભીતિ છે.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પ્રશાસન અને બચાવ દળની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. હાલ અંધારાને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છે.
(7:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
