News of Saturday, 15th November 2025
'ઓપરેશન સિંદૂર'ની ઘાતક અસર યથાવત: ૬ મહિના બાદ પણ પાકિસ્તાન જેકોબાબાદ એરબેઝ શરૂ નથી કરી શક્યું
ભારતીય હુમલામાં થયેલું નુકસાન એટલું ગંભીર હતું કે પાકિસ્તાન હજુ સુધી તેની મરમ્મત કરી શક્યું નથી

ચાલુ વર્ષે મે ૨૦૨૫ માં ભારત સાથેના સંઘર્ષ દરમિયાન ભારતીય દળો દ્વારા હાથ ધરવામાં આવેલા 'ઓપરેશન સિંદૂર'ની વિનાશક અસર હજુ પણ જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર સેટેલાઇટ તસવીરો સાથેના અહેવાલો દર્શાવે છે કે પાકિસ્તાનના જેકોબાબાદ એરબેઝ પર જે હેંગરને નિશાન બનાવવામાં આવ્યું હતું, તે ૬ મહિના પછી પણ કાર્યરત થઈ શક્યું નથી.
અહેવાલો મુજબ, ભારતીય હુમલામાં થયેલું નુકસાન એટલું ગંભીર હતું કે પાકિસ્તાન હજુ સુધી તેની મરમ્મત કરી શક્યું નથી. આ ઓપરેશનની સફળતા ભારતની સૈન્ય ક્ષમતા અને ચોકસાઈપૂર્વક લક્ષ્ય ભેદવાની તાકાત દર્શાવે છે.
(8:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
