News of Saturday, 15th November 2025
પંજાબ પોલીસની મોટી કાર્યવાહી: મધ્યપ્રદેશ સ્થિત હથિયાર તસ્કરી મોડ્યુલનો પર્દાફાશ: ટાર્ગેટ કિલિંગનું ષડયંત્ર નિષ્ફળ: ૯ પિસ્તોલ સાથે એક ઝડપાયો
આ હથિયારો ગેંગસ્ટરો વચ્ચેની દુશ્મનાવટના ભાગરૂપે ટાર્ગેટ કિલિંગને અંજામ આપવા માટે મંગાવવામાં આવ્યા હતા

પંજાબ પોલીસે એક મોટા ટાર્ગેટ કિલિંગના ષડયંત્રને નિષ્ફળ બનાવતા ગેરકાયદેસર હથિયારોની તસ્કરી કરતા મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. આ મોડ્યુલ મધ્યપ્રદેશથી ચલાવવામાં આવી રહ્યું હતું. પોલીસે આ મામલે ૯ ગેરકાયદેસર પિસ્તોલ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે.
પંજાબના ડીજીપી ગૌરવ યાદવે જણાવ્યું કે આ હથિયારો ગેંગસ્ટરો વચ્ચેની દુશ્મનાવટના ભાગરૂપે ટાર્ગેટ કિલિંગને અંજામ આપવા માટે મંગાવવામાં આવ્યા હતા. પોલીસે સમયસર કાર્યવાહી કરીને રાજ્યમાં મોટી હિંસક ઘટનાને બનતી અટકાવી છે. આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ ચાલી રહી છે.
(8:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
