<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th November 2025

વડાપ્રધાન મોદીએ 'ભગવાન બિરસા મુંડા જનજાતીય પરિવહન બસો'ને લીલી ઝંડી આપી, આદિવાસી બાળકોને મળશે સુરક્ષિત શિક્ષણ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના આદિવાસી વિસ્તાર ડેડિયાપાડામાં 'ભગવાન બિરસા મુંડા જનજાતીય પરિવહન બસો'ને લીલી ઝંડી આપીને એક મહત્વપૂર્ણ પહેલની શરૂઆત કરી છે. જનજાતીય ગૌરવ દિવસ નિમિત્તે વડાપ્રધાને આદિવાસી સમુદાયના બાળકો માટે સુલભ અને સુરક્ષિત શિક્ષણના ઉદ્દેશ્યથી આ પરિવહન બસોનું લોકાર્પણ કર્યું.

વડાપ્રધાને ટ્વીટ દ્વારા જણાવ્યું કે આનાથી શિક્ષણ માટે પરિવહનની મુશ્કેલીઓ દૂર થશે અને બાળકો નિયમિતપણે શાળાઓમાં જઈ શકશે. તેમણે બિરસા મુંડાની પ્રતિમા પાસે અન્ય મહાનુભાવો સાથે ઊભા રહીને બસને લીલી ઝંડી આપી.

(10:14 PM IST)