News of Sunday, 16th November 2025
કાશ્મીરના બડગામમાં ભયંકર અકસ્માત: ડમ્પર અને સુમો વચ્ચે ભીષણ ટક્કરમાં ૧૦ના કમકમાટીભર્યા મોત: સુમોનો કચ્ચરઘાણ
અકસ્માત બાદ તાત્કાલિક સ્થાનિક નિવાસીઓ અને રાહદારીઓ બચાવ કામગીરી માટે દોડી આવ્યા: ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડાયા

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના મધ્ય કાશ્મીર સ્થિત બડગામ જિલ્લામાં શનિવારે મોડી રાત્રે એક અત્યંત ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં ૧૦ લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા.
સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના વાટરવાની-બડગામ રિંગ રોડ પર ઘટી હતી. એક તેજ રફતાર ડમ્પર અને યાત્રીઓ ભરેલી સુમો ગાડી વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટક્કર એટલી ભીષણ હતી કે સુમો વાહનનો સંપૂર્ણપણે કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
આ અકસ્માતમાં ૧૦ લોકોએ ઘટનાસ્થળ પર જ દમ તોડી દીધો હતો. આ દુર્ઘટનામાં અન્ય કેટલાક લોકો ઘાયલ થયા હોવાની પણ માહિતી છે.
અકસ્માત બાદ તાત્કાલિક સ્થાનિક નિવાસીઓ અને રાહદારીઓ બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે અને મૃતદેહોનો કબજો લઈને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
(12:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
