<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th November 2025

બ્યુનોસ એરેસની બહાર ભીષણ વિસ્ફોટ: ઔદ્યોગિક ઉદ્યાનમાં આગ, 22 લોકો ઘાયલ!

કેમિકલ અને પ્લાસ્ટિક ફેક્ટરીઓમાં ધમાકા: મેયરે પરિસ્થિતિને 'અત્યંત ગંભીર' ગણાવી

બ્યુનોસ એરેસ (આર્જેન્ટિના): આર્જેન્ટિનાની રાજધાની બ્યુનોસ એરેસની બહાર આવેલા એઝેઇઝા શહેરમાં મોડી રાત્રે એક શક્તિશાળી વિસ્ફોટ અને ભીષણ આગ ફાટી નીકળતા ઓછામાં ઓછા 22 લોકો ઘાયલ થયા છે. આ ઘટના એઝેઇઝાના ઔદ્યોગિક ઉદ્યાનમાં બની હતી, જ્યાં વિસ્ફોટના કારણે આગ લાગી અને ધુમાડાના ગોટેગોટા દૂર સુધી ફેલાયા હતા. સ્થાનિક મેયર ગેસ્ટન ગ્રેનાડોસે પરિસ્થિતિને અત્યંત ગંભીર ગણાવતા કહ્યું કે, "વિવિધ ફેક્ટરીઓમાં મોટી સંખ્યામાં વિસ્ફોટ અને આગ લાગી છે." હાલમાં અગ્નિશામકોની ટીમ આગને કાબુમાં લેવા માટે સંઘર્ષ કરી રહી છે.
મેયર ગ્રેનાડોસે સ્થાનિક મીડિયાને જણાવ્યું કે, આ વિસ્ફોટની અસર પાંચ જેટલી ફેક્ટરીઓને થઈ છે. અસરગ્રસ્ત યુનિટ્સમાં એક કેમિકલ પ્લાન્ટ અને એક પ્લાસ્ટિક ફેક્ટરીનો સમાવેશ થાય છે. આ ફેક્ટરીઓના ગોદામોમાં આગ લાગવાથી ઝેરી ઉત્સર્જન અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે, કારણ કે આ ઔદ્યોગિક વિસ્તારમાં ટાયર ઉત્પાદકો અને અન્ય કેમિકલ ઉત્પાદન એકમો પણ આવેલા છે.
સોશિયલ મીડિયા પર શેર કરાયેલા વીડિયોમાં આકાશમાં આગની પ્રચંડ જ્વાળાઓ અને સંકુલમાંથી ગાઢ ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો, જે ઘટનાની ભયાનકતા દર્શાવે છે. અહેવાલો મુજબ, ઔદ્યોગિક ઉદ્યાનમાં આવેલી ઘણી ઇમારતો આગની ઝપેટમાં આવી ગઈ છે, જેના કારણે જોખમી પદાર્થોની હાજરીને લઈને ભારે ચિંતા વ્યાપી છે.
બ્યુનોસ આયર્સ પ્રાંતના નાગરિક સુરક્ષા નિર્દેશક ફેબિયન ગાર્સિયાએ આ આગને "લાંબી આગ" ગણાવી છે, જેનો અર્થ છે કે આગ ઓલવવાની કામગીરી લાંબા સમય સુધી ચાલુ રહી શકે છે. વહીવટીતંત્ર હાલમાં વિસ્ફોટનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ કરી રહ્યું છે, પરંતુ પ્રાથમિકતા આગને કાબૂમાં લેવાની અને ઘાયલોને યોગ્ય સારવાર આપવાની છે.

(2:52 PM IST)