<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th November 2025

૪ છોકરા, એક છોકરી, ૪૮ દિવસ સુધી ગેંગરેપઃ પોલીસ પાસે ગઈ તો ૫૦ હજાર માગી ત્‍યાં પણ આબરૂ લૂંટી

પતિએ ન્‍યાયની માગ કરી તો કોન્‍સ્‍ટેબલે તેને ચોકીએ બોલાવી જેલમાં બંધ કરી ઢોરમાર માર્યો

બુલંદશહર,તા.૧૭: ઉત્તર પ્રદેશના બુલંદશહર જિલ્‍લાના ખુર્જા નગરની પોલીસ પર ગંભીર આરોપ લગાવવાથી સનસનાટી ફેલાઈ ગઈ છે. ગેંગરેપ પીડિતાએ બે કોન્‍સ્‍ટેબલ ઇકરામ અને શુભમ રાઠી પર શોષણ, ધમકી અને ભ્રષ્ટાચારના આરોપ લગાવ્‍યા છે. મામલો સામે આવ્‍યા બાદ વિભાગીય અને ઉચ્‍ચસ્‍તરીય તપાસના આદેશ આપ્‍યા છે, જ્‍યારે ધમકી ઓડિયો ક્‍લિપ્‍સે આખા પ્રકરણને વધારે વિવાદિત બનાવી દીધું છે.

પીડિતા અનુસાર, વર્ષ ૨૦૨૪માં ત્રણ યુવકોએ તેને કોલ્‍ડ ડ્રિકમાં નશીલા પદાર્થ નાખીને બેભાન કરી દીધી અને ત્‍યાર બાદ તેનું અપહરણ કરી તેની સાથે સામૂહિક દુષ્‍કર્મ કર્યું. પીડિતાનું કહેવું છે કે તેણે તાત્‍કાલિક તેની ફરિયાદ નોંધાવી પણ કેસ નોંધાયો છતાં તેને ન્‍યાય મળ્‍યો નહીં અને કાર્યવાહી ખૂબ જ ધીમી કરી.

પીડિતાએ હવે સનસનીખેજ ખુલાસો કરતા દાવો કર્યો છે કે તપાસ અધિકારી કોન્‍સ્‍ટેબલ ઇકરામે કેસમાં મદદ કરવાની લાલચ આપીને તેની સાથે બળજબરી સંબંધ બાંધ્‍યા. તેણે કહ્યું કે પોલીસની વરદીનો ડર બતાવી કેસ બગાડવાની ધમકી આપી કોન્‍સ્‍ટેબલે કેટલીય વાર તેનું શોષણ કર્યું. સોશિયલ મીડિયા પર કોન્‍સ્‍ટેબલ અને પીડિતા સાથે જોડાયેલા કેટલાય વાંધાજનક ઓડિયો ક્‍લિપ વાયરલ થઈ છે, જેની તપાસ કરવા માટે પોલીસે એક અલગ ટીમ બનાવી છે

પીડિતાએ એવો પણ આરોપ લગાવ્‍યો કે જ્‍યારે તેના પતિએ ન્‍યાયની માગ કરી તો કોન્‍સ્‍ટેબલ શુભમ રાઠીએ તેને ચોકીએ બોલાવી જેલમાં બંધ કરી ઢોરમાર માર્યો. આ ઉપરાંત તેની પાસે ૫૦ હજારની લાંચ માગી અને ડીઆઈજીને ફરિયાદ કરવા પર નકલી કેસમાં ફસાવાની ધમકી આપી દીધી. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આરોપી બંને કોન્‍સ્‍ટેબલ શુભમ રાઠી અને ઇકરામ હાલમાં એ જ પોલીસ સ્‍ટેશનમાં તૈનાત છે. જ્‍યાંથી આ મામલો સામે આવ્‍યો છે. પોલીસ વિભાગે બંને વિરુદ્ધ પ્રાથમિક તપાસ શરુ કરી દીધી છે અને સિનિયર અધિકારીઓને રિપોર્ટ સોંપવામાં આવી રહ્યો છે.

ઉચ્‍ચ અધિકારીઓનું કહેવું છે કે વાયરલ ઓડિયો ક્‍લિપ અને પીડિતાના લેખિત નિવેદનને ગંભીરતાથી લેવામાં આવી રહ્યું છે. જો આરોપની પુષ્ટિ થશે તો બંને કોન્‍સ્‍ટેબલને સસ્‍પેન્‍ડ, ધરપકડ અને ગેંગરેપ તથા ભ્રષ્ટાચાર સંબંધિત કલમોમાં FIR પણ નોંધવામાં આવી શકે છે.

(10:00 AM IST)