<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th November 2025

બીબીસીના પત્રકારત્‍વ પર ગંભીર સવાલઃ વૈશ્વિક વિવાદ

જાણીતા પત્રકાર અમીર તાહેરીએ બીબીસીની વિશ્વસનીયતામાં આવેલા ઘટાડાને ‘‘સાંસ્‍કૃતિક ગૃહયુદ્ધ'' અને ‘‘પત્રકારોની સ્‍ટારડમ'' સાથે સરખાવ્‍યો

 

લંડન/નવી દિલ્‍હી તા.૧૭: બ્રિટનની પ્રખ્‍યાત પ્રસારણ સંસ્‍થા બીબીસી ફરી એકવાર વિવાદોમાં સપડાઈ છે. તેના 'પેનોરમા' કાર્યક્રમમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પના એક ભાષણની ક્‍લિપ સાથે ચેડાં કરી, તેમણે ૬ઠ્ઠી જાન્‍યુઆરી, ૨૦૨૧ ના રોજ કેપિટોલ પર હુમલાનો આદેશ આપ્‍યો હતો તેવું દર્શાવવાનો પ્રયાસ થયો. સોશિયલ મીડિયા પર અસલ વીડિયો વાયરલ થતાં બીબીસીની ભારે ટીકા થઈ રહી છે. આ જ મુદ્દે, જાણીતા લેખક અમીર તાહેરીએ આક્ષેપ કર્યો છે કે બીબીસી તટસ્‍થ પત્રકારત્‍વના પોતાના મૂળ સિદ્ધાંતોથી ભટકી ગયું છે અને તપાસ પત્રકારત્‍વ તથા સ્‍ટારડમની લ્‍હાયમાં પક્ષપાતી બની ગયું છે.ટ્રમ્‍પ હવે અબજો ડોલરનો દાવો માંડી રહ્યાના અહેવાલો પણ છે.

બ્રિટિશ બ્રોડકાસ્‍ટિંગ કોર્પોરેશન (બીબીસી), જે દાયકાઓથી તટસ્‍થ અને પ્રમાણિક પત્રકારત્‍વ માટે વિશ્વભરમાં નામના ધરાવતું હતું, તે હાલ ગંભીર વિવાદના વમળમાં ફસાયું છે. તાજેતરમાં, બીબીસીના પ્રતિષ્ઠિત કાર્યક્રમ પેનોરમા માં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પને લગતી એક સમાચાર ક્‍લિપ પ્રસારિત કરવામાં આવી હતી. આ ક્‍લિપમાં ૬ઠ્ઠી જાન્‍યુઆરી, ૨૦૨૧ ના રોજ વોશિગ્‍ટન ડીસીમાં થયેલ કેપિટોલ હિસાનો ઉલ્‍લેખ હતો.

ડિજિટલ મીડિયા પ્‍લેટફોર્મ્‍સ અને એક્‍સ, ફેસબુક જેવા માધ્‍યમો પર થયેલા ઘટસ્‍ફોટ મુજબ, બીબીસીએ ટ્રમ્‍પના ભાષણના ટુકડાને એવી રીતે સંપાદિત કર્યો (ફેરફાર કર્યો) કે જેથી દર્શકોને એવો સંદેશ મળે કે ટ્રમ્‍પે પોતે જ ટોળાને કેપિટોલ પર હુમલો કરવાનો સીધો આદેશ આપ્‍યો હતો. જોકે, હકીકત એ છે કે જ્‍યારે અસલ ભાષણની ક્‍લિપ સામે આવી, ત્‍યારે સ્‍પષ્ટ થયું કે ટ્રમ્‍પે તેમના સમર્થકોને શાંતિપૂર્ણ અને દેશભક્‍તિપૂર્વક રેલી કરવા જણાવ્‍યું હતું. આ શાંતિપૂર્ણ શબ્‍દને ઇરાદાપૂર્વક હટાવી દેવાતા બીબીસીની કાર્યશૈલી પર સવાલો ઉઠ્‍યા છે.

આ સમગ્ર કૌભાંડ પર અશર્ક અલ-અવસત અખબારમાં લખતા જાણીતા સ્‍તંભકાર અમીર તાહેરીએ બીબીસીની આકરી ટીકા કરી છે. અમીર તાહેરી, જેઓ ૧૯૭૨ થી ૧૯૭૯ સુધી ઈરાનના કાયહાન અખબારના મુખ્‍ય સંપાદક રહી ચૂક્‍યા છે અને ૧૯૮૭ થી બીબીસી સહિત અનેક આંતરરાષ્ટ્રીય પ્રકાશનો માટે લખી રહ્યા છે, તેમણે જણાવ્‍યું કે આ કોઈ છૂટીછવાઈ ઘટના નથી.

તાહેરીના મતે, તટસ્‍થ પત્રકારત્‍વ નો બીબીસીનો દાવો હંમેશા એક 'પૌરાણિક કથા જ રહ્યો છે. તેમણે જણાવ્‍યું કે પત્રકારત્‍વ રોબોટ નહીં પણ માણસો દ્વારા થાય છે, તેથી સંપૂર્ણ તટસ્‍થતા શક્‍ય નથી. બીબીસી એક સરકારી સહાયતા પ્રાપ્ત સંસ્‍થા છે અને તે હંમેશા બ્રિટિશ સરકાર અને શાસક વર્ગના વિચારોથી પ્રભાવિત રહી છે.

તેમણે બીબીસીના પતન માટે કેટલાક મુખ્‍ય કારણો ગણાવ્‍યા છે. પ્રથમ, તપાસ પત્રકારત્‍વ સિન્‍ડ્રોમ, જેની શરૂઆત ૧૯૭૦ ના દાયકામાં થઈ. આના કારણે પત્રકારો માત્ર સમાચાર આપવાને બદલે, પોતે ઘટનાઓનું નિર્માણ કરનાર, સરકારોને ઉથલાવનાર હીરો બનવા માંગવા લાગ્‍યા. તેઓ સમાચાર રિપોર્ટ કરવાને બદલે વાર્તા લખવા લાગ્‍યા.

બીજું કારણ પત્રકારોની સેલિબ્રિટીઝેશન એટલે કે તેમને સ્‍ટાર બનાવવાની પ્રથા છે. ટેલિવિઝનના વધતા પ્રભાવ સાથે, પત્રકારોના ચહેરા ટી-શર્ટ અને મગ પર છપાવા લાગ્‍યા. આનાથી પત્રકારોમાં અહંકાર વધ્‍યો અને તેઓ વધુ છીછરા બનતા ગયા. ઇન્‍ટરવ્‍યુનો હેતુ માહિતી કઢાવવાને બદલે, મહેમાનનું અપમાન કરીને વાહવાહી લૂંટવાનો બની ગયો.

અમીર તાહેરીએ અંતમાં જણાવ્‍યું કે પヘમિી લોકશાહીમાં ચાલી રહેલા સાંસ્‍કૃતિક ગૃહયુદ્ધમાં બીબીસીનો ઉચ્‍ચ વર્ગ એક ચોક્કસ વિચારધારા (જેને વોકિઝમ કહે છે) તરફ ઝૂકી ગયો છે. આ વર્ગ સંસ્‍થાનવાદ, સામ્રાજ્‍યવાદ અને પુરુષ પ્રધાનતાના કાલ્‍પનિક પીડિતોનો પક્ષ લે છે અને ડોનાલ્‍ડ ટ્રમ્‍પ જેવા નેતાઓને પોતાના દુશ્‍મન માને છે. તાહેરી માને છે કે પેનોરમા કૌભાંડ દર્શાવે છે કે બીબીસીને સંપૂર્ણ તપાસની જરૂર છે, જોકે તેમણે એમ પણ ઉમેર્યું કે આટલી મોટી સંસ્‍થાને સંપૂર્ણપણે નકારી ન શકાય.(૩૮.૧૨)

(10:10 AM IST)