News of Monday, 17th November 2025
ઉમરાહ કરવા ગયેલા ૪૫ ભારતીયોના અકસ્માતમાં મોત
સાઉદી અરેબિયામાં મક્કાથી મદીના જઇ રહયા હતા ત્યારે યાત્રીકોની બસ ડીઝલ-ટેન્કર સાથે અથડાતા બસમાં ભયાનક આગ લાગી : મૃતકોમાં ૨૦ મહિલાઓ અને ૧૧ બાળકો સામેલ : તમામ હૈદ્રાબાદ અને તેલંગણાના હતા : માત્ર એક જ યાત્રીકનો બચાવ

નવી દિલ્હી, તા.૧૭: સાઉદી આરબમાં ૪૫ ભારતીયોની ખૂબ જ પીડાદાયક રીતે મોત થયાં છે. તેલંગાણાથી ગયેલા લોકોની બસ અકસ્માતનો શિકાર બની હતી. બધા લોકો હજ માટે ગયા હતા, પરંતુ એક જ ટક્કરે બધું ખતમ કરી દીધું. બસ અને ટેન્કર વચ્ચે સીધી ભીડંત થઈ હતી, જેને કારણે આગ લાગી હતી અને ૪૫ ભારતીયો જીવતા ભસ્મ થયા હતા. AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ આ અકસ્માત વિશે મહત્વની માહિતી આપી હતી.
સાઉદી આરબમાંથી ઉમરાહ યાત્રા પર ગયેલા ભારતીય મુસાફરોની બસ ડીઝલ ટેન્કર સાથે અથડાઈ ગઈ, જેમાં ઓછામાં ઓછા ૪૫ ભારતીય શ્રદ્ધાળુઓનાં મોત થયાં હતાં. મોટા ભાગના મુસાફરો હૈદરાબાદના હતા.
પ્રાપ્ત માહિતી મુજબ બસ મક્કાથી મદીના જઈ રહી હતી. બધા મુસાફરો મક્કામાં ધાર્મિક ક્રિયાઓ પૂરી કરીને પરત મદીના તરફ જઈ રહ્યા હતા. અકસ્માત ત્યારે થયો જ્યારે બસમાં સવાર તમામ મુસાફરો ઊંઘમાં હતા. મળતકોમાં ૨૦ મહિલાઓ અને ૧૧ બાળકો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ સાઉદી અરબમાં ભારતીય ઉમરાહ યાત્રાળુઓથી ભરેલી બસ અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું હતું કે તેમણે હૈદરાબાદની બે ટ્રાવેલ એજન્સીઓનો સંપર્ક કર્યો છે અને મુસાફરો વિશેની માહિતી રિયાધના ભારતીય દૂતાવાસ સાથે શેર કરી છે. તેમણે રિયાધ સ્થિત ભારતીય દૂતાવાસમાં મિશનના ઉપપ્રમુખ (DCM) અબુ માથેન જ્યોર્જ સાથે પણ વાત કરી હતી, જેમણે જણાવ્યું હતું કે તેઓ સ્થાનિક અધિકારીઓ પાસેથી માહિતી મેળવવાની પ્રક્રિયામાં છે અને ટૂંક સમયમાં માહિતી આપશે.
લંગાણા રાજ્ય સરકારે આ ઘટનાની પુષ્ટિ કરી છે. એક સત્તાવાર નિવેદનમાં સરકારે જણાવ્યું કે અધિકારીઓ સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં આવેલા ભારતીય દૂતાવાસના સંપર્કમાં છે. મુખ્ય પ્રધાન રેડ્ડીએ કેન્દ્રીય અધિકારીઓને દૂતાવાસના અધિકારીઓ સાથે નજીકથી સંકલન કરવા સૂચના આપી છે.
તેલંગાણા મુખ્ય પ્રધાન કાર્યાલયએ X પર કરેલી પોસ્ટ મુજબ મુખ્ય પ્રધાન રેડ્ડીએ મુખ્ય સચિવ અને ડીજીપીને સંપૂર્ણ વિગતો મેળવવા નિર્દેશ આપ્યો, તેમણે વિદેશ મંત્રાલય અને સાઉદી દૂતાવાસના અધિકારીઓ સાથે વાત કરવા અને તાત્કાલિક જરૂરી રાહત પગલાં લેવામાં આદેશ આપ્યા છે. રાજ્યના મુખ્ય સચિવ કે. રામકળષ્ણ રાવે તાત્કાલિક દિલ્હીમાં અધિકારીઓ સાથે વાત કરી અને જરૂરી સૂચનાઓ આપી છે. પરિવારો અને સંબંધીઓને માહિતી પૂરી પાડવા માટે સચિવાલયમાં એક કંટ્રોલ રૂમ શરુ કરવામાં આવ્યો છે.
તેલંગાણાના ઇન્ફોર્મેશન ટેકનોલોજી પ્રધાન ડી શ્રીધર બાબુએ જણાવ્યું હતું કે, પ્રારંભિક અહેવાલો મુજબ આ બસ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોમાં ૧૬થી વધુ હૈદરાબાદના રહેવાસી હતા. અધિકારીઓ હજુ પણ મળતકોની ઓળખ કરી રહ્યા છે.
જેદ્દાહ સ્થિત ભારતીય મહાવાણિજ્ય દૂતાવાસે પણ આ અકસ્માત અંગે ટ્વીટ કર્યું છે. તેમાં લખ્યું છેラ સાઉદી આરબના મદીના નજીક ભારતીય ઉમરાહ યાત્રાળુઓ સાથે થયેલા દુઃખદ બસ અકસ્માતને ધ્યાનમાં રાખીને જેદ્દાહ સ્થિત ભારતીય મહાવાણિજ્ય દૂતાવાસ ખાતે ૨૪×૭ કન્ટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યો છે.(૨૩.૧૯)
(2:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
