<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th November 2025

ધન અને ધ્‍યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો ૪

 

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૪૦ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ

ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ  મો. ૯૪ર૭ર પ૪ર૭૬

સમગ્ર સંસારના લોકો ધનથી ગ્રસિત છે.

જો તમે ધન પાછળ પાગલ હો અને કોઈ મહાત્‍મા કહે કે - ધન પાપ છે. તો તમને તે વાત રુચે છે. તમારી અને મહાત્‍માની ભાષા એક છે. જોકે મહાત્‍મા વિપરીત કહી રહ્યા છે; તેવું લાગે છે, પરંતુ તમે પણ માનો તો છો જ કે - ધન પાપ છે. તમે પણ એ વાત માનો છો કે - ધન પાપ દ્વારા જ એકઠું થાય છે. જો કોઈને ચૂસશો તો જ ધન એકઠું થશે, નહીં તો કઈ રીતે થશે? અને વળી તમે એ વાત પણ જાણો છો કેラ ધનની દોટમાં તમે ન જાણે કેટલાં પ્રમાણમાં અમાનવીય થઈ જાઓ છો! આ સિવાય તમને એ પણ ખબર છે કે ધનથી ચિંતા જ પેદા થાય છે, ધન મેળવીને પણ સુખ મળતું નથી. માટે જ્‍યારે કોઈ મહાત્‍મા કહે છે કે - ધન વ્‍યર્થ છે, ધનમાં કોઈ સાર નથી, ત્‍યારે તમને પણ લાગે છે કે વાત યોગ્‍ય છે.

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:57 AM IST)