News of Monday, 17th November 2025
નીતિશ કુમારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું
રાજ ભવનમાં રાજયપાલને મળ્યાં : નેપાળમાં ૫ માર્ચ ૨૦૨૬ના રોજ ચૂંટણી સુશીલા માર્કીએ આપેલ વચન પૂર્ણ કર્યુ

પટણાઃ તા. ૧૭, બિહારમાં નવી સરકારની રચનાને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ભારે હલચલ ચાલી રહી છે. આ દરમિયાન, મંગળવારે નીતિશ કુમાર રાજભવન પહોંચીને રાજયપાલ આરિફ મોહમ્મદ ખાનને પોતાનું રાજીનામું સુપરત કર્યું. આ રાજીનામું આપતા પહેલાં જ સોમવારે મહત્વપૂર્ણ મંત્રીમંડળ બેઠક બોલાવવામાં આવી હતી. ખાસ વાત એ છે કે આ નીતિશ કુમારના વર્તમાન મંત્રીમંડળની અંતિમ બેઠક હતી. આ બેઠકમાં મંત્રીમંડળને વિસર્જિત કરવાનો નિર્ણય લેવાયો, જેના કારણે બિહારના રાજકારણમાં મોટું હલનચલ મચ્યું છે. મુખ્યમંત્રી નીતિશ કુમાર અંતિમ મંત્રીમંડળ બેઠક માટે જૂના સચિવાલય પહોંચ્યા હતા. બેઠક પૂરી થયા પછી તેઓ સીધા રાજભવન ગયા અને રાજયપાલને ઔપચારિક રીતે પોતાનું રાજીનામું સુપરત કર્યું. હવે તેઓ ફરી એક વાર નવી સરકાર બનાવવાની તૈયારીમાં લાગી ગયા છે. માહિતી મુજબ, નીતિશ કુમાર ૨૦ નવેમ્બરના રોજ મુખ્યમંત્રી પદે શપથ લઈ શકે છે. તેના માટે પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
