<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th November 2025

ભારત બાંગ્લાદેશના લોકોના શ્રેષ્ઠ હિત માટે પ્રતિબદ્ધ :અમે હંમેશા તમામ હિસ્સેદારો સાથે રચનાત્મક રીતે જોડાઈશું: વિદેશ મંત્રાલય

ભારતે બાંગ્લાદેશ માટે આંતરરાષ્ટ્રીય ગુનાહિત ટ્રિબ્યુનલ દ્વારા પૂર્વ વડા પ્રધાન શેખ હસીના અંગે આપવામાં આવેલા ચુકાદાની નોંધ લીધી

બાંગ્લાદેશમાં આજે આવેલ ચુકાદા અંગે વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ભારતે બાંગ્લાદેશ માટે આંતરરાષ્ટ્રીય ગુનાહિત ટ્રિબ્યુનલ દ્વારા ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના અંગે આપવામાં આવેલા ચુકાદાની નોંધ લીધી છે. નજીકના પાડોશી તરીકે, ભારત બાંગ્લાદેશના લોકોના શ્રેષ્ઠ હિત માટે પ્રતિબદ્ધ છે, જેમાં તેમના દેશમાં શાંતિ, લોકશાહી, સમાવેશકતા અને સ્થિરતાનો સમાવેશ થાય છે. અમે હંમેશા આ દિશામાં તમામ હિસ્સેદારો સાથે રચનાત્મક રીતે જોડાઈશું.

 

(7:31 PM IST)