<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th November 2025

દિલ્હી બ્લાસ્ટઃ આતંકી ઉમરે પોતાના બૂટથી હુમલો કર્યો

તપાસમાં TATP વિસ્ફોટક અંગે મોટો ખુલાસોઃફોરેન્સિક ટેસ્ટમાં કારની ડ્રાઇવરની સીટ નીચે મળેલું જૂતું અને ટાયરમાંથી વિસ્ફોટકોના નિશાન મળી આવ્યા છે

નવી દિલ્હી, તા.૧૭

દિલ્હી બ્લાસ્ટ કેસની તપાસ કરી રહેલી તપાસ એજન્સીએ ખુલાસો કર્યો છે કે, જૈશ-એ-મોહમ્મદનો આતંકી ડૉ. ઉમર મોહમ્મદ એક 'શૂ બોમ્બર' હતો, જેણે પોતાના જૂતામાં છુપાયેલા ખતરનાક વિસ્ફોટક TATPનો ઉપયોગ કરીને હુમલો કર્યો હતો. સૂત્રોએ જણાવ્યું છે કે, તપાસ ટીમે વિસ્ફોટ સ્થળ પર કારની ડ્રાઇવરની સીટમાંથી એક જૂતું મળી આવ્યું હતું, જેમાં મેટલ નુમ સબસ્ટેંસ હતો.

સુરક્ષા એજન્સીઓના સૂત્રોએ જણાવ્યું હતું કે, સુરક્ષા એજન્સીઓએ વિસ્ફોટ સ્થળ પર ઉમર મોહમ્મદની i20 કારની ડ્રાઇવરની સીટ નીચે આગળના જમણા ટાયરમાંથી એક જૂતું મળી આવ્યું હતું. એવી શંકા છે કે, આ મુખ્ય ટ્રિગર હતું, જેના દ્વારા વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. ફોરેન્સિક તપાસમાં વિસ્ફોટ સ્થળ પરના ટાયર અને જૂતામાંથી TATP ના નિશાન મળી આવ્યા છે. એજન્સીઓનું માનવું છે કે, જૈશના આતંકવાદીઓએ મોટા વિસ્ફોટની યોજના બનાવવા માટે મોટી માત્રામાં TATP એકઠો કર્યો હતો. હુમલામાં એમોનિયમ નાઈટ્રેટ સાથે TATP મિશ્રિત કરવામાં આવ્યું હતું, જેમ કે અગાઉ પુષ્ટિ થઈ છે. વધુમાં, કારની પાછળની સીટ નીચે વિસ્ફોટકોના પુરાવા મળી આવ્યા હતા. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે, દિલ્હી વિસ્ફોટના કાવતરા માટે ધરપકડ કરાયેલી મહિલા ડૉક્ટર શાહીન દ્વારા મોડ્યુલને ૨૦ લાખ રૃપિયા આપવામાં આવ્યા હતા. શાહીને ભંડોળ અને લોજિસ્ટિક્સમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. સુરક્ષા એજન્સીઓ હવે સમગ્ર નેટવર્ક આયોજન, ભંડોળ અને સપ્લાય ચેઇનને ઉજાગર કરવા માટે કામ કરી રહી છે.

સૂત્રોનો દાવો છે કે, આ પેટર્ન ડિસેમ્બર ૨૦૦૧ ના રિચાર્ડ રીડ કેસ જેવી જ છે, જ્યારે એક શૂ બોમ્બરે TATP નો ઉપયોગ કરીને પેરિસથી મિયામી જતી અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટમાં વિસ્ફોટ કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. આવી જ રીતે ઉમરે પણ હથિયાર તરીકે જૂતાનો ઉપયોગ કર્યો હતો.

સૂત્રોનો દાવો છે કે, આ પેટર્ન ડિસેમ્બર ૨૦૦૧ ના રિચાર્ડ રીડ કેસ જેવી જ છે, જ્યારે એક શૂ બોમ્બરે TATP નો ઉપયોગ કરીને પેરિસથી મિયામી જતી અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટમાં વિસ્ફોટ કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. આવી જ રીતે ઉમરે પણ હથિયાર તરીકે જૂતાનો ઉપયોગ કર્યો હતો.

TATP (ટ્રાયસેટોન ટ્રાઇપેરોક્સાઇડ) એ એક શક્તિશાળી, સંવેદનશીલ વિસ્ફોટક છે, જે એસીટોન અને હાઇડ્રોજન પેરોક્સાઇડના મિશ્રણથી બનેલો હોય છે. આ રંગહીન, ગંધહીન અને સ્ફટિકીય પદાર્થ નાના આંચકા અથવા ગરમીથી પણ વિસ્ફોટ કરી શકે છે. તેને *શેતાનની માતા* કહેવામાં આવે છે કારણ કે, તે તેને બનાવનાર વ્યક્તિને પણ મારી શકે છે. આતંકવાદીઓ તેને પસંદ કરે છે, કારણ કે તે સસ્તું, સરળ અને તેની જાણકારી મેળવવી મુશ્કેલ છે. જોકે, તેનો ઉપયોગ અત્યંત જોખમી છે, કારણ કે આ વિસ્ફોટક ફક્ત પોતાને જ નહીં, પણ અન્ય લોકોને પણ નુકસાન પહોંચાડી શકે છે.

(7:37 PM IST)