<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th November 2025

બાળકોમાં હાઇ બ્‍લડપ્રેશરની સમસ્‍યા વધી રહી છે

અયોગ્‍ય જીવનશૈલી અને સ્‍થૂળતા મુખ્‍ય કારણો : નાની વયથી જ હાઇબીપીને કારણે ભાવિમાં હાર્ટ અને કિડનીની સમસ્‍યાનું જોખમ બમણું થવાની શકયતા

નવી દિલ્‍હી, ૧૮ હાઇ બ્‍લડ પ્રેશર અથવા હાઇપરટેન્‍શન પારંપારિક રૂપે વયસ્‍કોની બીમારી માનવામાં આવે છે,  પણ તાજેતરમાં એક સંશોધન અનુસાર હવે બાળકો અને કિશોરો પણ તેની ઝપેટમાં આવી રહ્યા છે. હાઇ બ્‍લડ પ્રેશર એવી સ્‍થિતિ છે જેમાં ધમનીઓ ઉપર લોહીનું દબાણ વધી જાય છે, જેના કારણે હૃદયે વધુ પરિશ્રમ કરવો પડે છે. એના લક્ષણ સ્‍પષ્‍ટ નથી હોતા, પણ હૃદયરોગ, સ્‍ટ્રોક તેમજ કિડની નિષ્‍ફળતા જેવી ગંભીર સ્‍થિતિઓનું કારણ બની શકે છે. ચિંતાજનક બાબત છે કે વિશ્વભરમાં બાળકોમાં હાઇ બીપીના કિસ્‍સામાં છેલ્લા બે દાયકા દરમ્‍યાન ઝડપી વૃદ્ધિ જોવા મળી છે, જેના કારણે ડોકટરોએ વાલીઓને સતર્ક રહેવાની ચેતવણી આપવી પડી છે.

ધી લેન્‍સેટ ચાઇલ્‍ડ એન્‍ડ એડોલસેન્‍ટ હેલ્‍થ જર્નલમાં પ્રકાશિત ૯૬ અભ્‍યાસો અને ર૧ દેશોના ચાર લાખ બાળકોના વિશલેષણથી જાણકારી મળી કે વર્ષ ર૦૦૦ થી ર૦ર૦ દરમ્‍યાન બાળકો અને કિશોરોમાં હાઇ બીપીનો દર ૩.ર ટકાથી વધાીને ૬.ર ટકા થઇ ગયો હતો.

માત્ર વીસ વર્ષમાં આ કિસ્‍સા બમણા થઇ ગયા. હાલમાં લગભગ ૧૧.૪ કરોડ બાળકો અને કિશોરો હાઇ બીપીથી પ્રભાવિત છે.આંકડાથી એવી જાણકારી મળી કે વર્ષ ર૦૦૦ માં જયારે ૩.૪ ટકા છોકરાઓ અને ૩ ટકા કન્‍યાઓ હાપરટેન્‍શનથી પ્રભાવિત હતી. ત્‍યારે ર૦ર૦ સુધીમાં અસરગ્રસ્‍ત છોકરાઓની પ.૮ ટકા થઇ ગઇ છે. વિશેષજ્ઞોના મતે આવી જ સ્‍થિતિ રહેશે તો આગળ જતા બાળકોમાં હૃદય અને કિડની સંબંધિત સમસ્‍યાના જોખમમાં ગંભીર વધારો થઇ શકે છે.

સંશોધનમાં સ્‍પષ્‍ટ થયું છે કે બાળકો અને કિશોરોમાં હાઇ બીપી વધવાનું મુખ્‍ય કારણ સ્‍થૂળતા છે. મોટાપાથી ગ્રસ્‍ત ૧૯ ટકા બાળકોમાં હાઇબીપી જોવા મળ્‍યું, જયારે સામાન્‍ય વજન ધરાવતા બાળકોમાં આ આંકડો ત્રણ ટકાથી પણ ઓછો હતો.

અયોગ્‍ય આહાર, ફસ્‍ટ ફૂડનું વધતુ ચલણ, નમક-ખાંડનું વધુ સેવન તેમજ ઘટતી શારીરિક ગતિવિધિ આ સમસ્‍યાને વધુ ગંભીર બનાવી રહ્યા છે. પ્રોફેસર ઇગોર રુદને આ સ્‍થિતિને ચેતવણીની ઘૈટી તરીકે ગણાવી છે અને કહ્યું છે કે આ વધારો ડોકટરો તેમજ પરિવારો માટે અક મોટી ચેતવણીછે, જેની ઉપેક્ષા ન કરવી જોઇએ.

અભ્‍યાસ અનુસાર ૮.ર ટકા બાળકો પ્રી-હઇપરટેન્‍શનની સ્‍થિતિમાં છે, એટલે તેમનું બીપી સામાન્‍યથી થોડું વધુ છે, જો કે તેઓ હાઇપરટેન્‍શનની સ્‍થિતિમાં નથી આવતા. બ્રિટિશ હાર્ટ ફાઉન્‍ડેશનના પ્રો. બ્રાયન વિલિયમ્‍સના મતે બાળપણથી વધતું બીપી ભાવિમાં હાર્ટ એટેક તેમજ સ્‍ટ્રોકની સંભાવનામાં અનેકગણો વધારો કરી દે છે.

હાઇ બીપીને રોકવા સૌથી જરૂરી ઉપાય છે બાળપણની સ્‍થૂળતાને નિયંત્રિત કરવી. ડોકટરો અનુસાર વાલીઓએ બાળકોને ફળ, ભાજી અને આખા ધાન્‍ય જેવો સંતુલિત આહાર આપવો જઇએ. તેમજ નમક અને ખાંડનું સેવન નહિવત કરવું જોઇએ અને દૈનિક ધોરણે શારીરિક રીતે સક્રિય રહેવું જોઇએ.

ઉપરાંત સ્‍ક્રીન ટાઇમ પણ નિયંત્રિત કરવો જરૂરી છે. હાઇ બીપીની ફેમિલી હિસ્‍ટ્રી ધરાવતા પરિવારોએ બાળકોની નિયમિત ચકાસણી કરાવવી જોઇએ. ઘરે જ મોનિટરીંગ કરવાથી પ્રારંભિક તબક્કામાં જ સમસ્‍યાની ઓળખ આસાન થઇ જાય છે અને વેળાસર ઇલાજ કરી શકાય છે, પણ તેના માટે જાગૃકતા, યોગ્‍ય આદતો અને સ્‍વસ્‍થ જીવનશૈલીની જરૂર છે.

(11:13 AM IST)