ટ્રમ્પ અને મામદાની વચ્ચેના તનાવનો અંત: ન્યૂયોર્કના નવા મેયર વ્હાઇટ હાઉસમાં મુલાકાત કરશે
હવે બંને પક્ષોએ નરમ વલણ અપનાવ્યું: ટ્રમ્પે જણાવ્યું કે, "અમે ન્યૂયોર્ક માટે બધું સારું થાય તેવું ઇચ્છીએ છીએ" અને "અમે કોઈ રસ્તો કાઢીશું."

ન્યૂયોર્ક: અમેરિકાના રાજકારણમાં તનાવભર્યા સંબંધો બાદ એક આશ્ચર્યજનક વળાંક આવ્યો છે. ન્યૂયોર્કના મેયરપદની ચૂંટણીમાં જોરદાર ટક્કર અને આક્ષેપબાજી બાદ હવે નવનિયુક્ત મેયર ઝોહરાન મામદાની અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસ ખાતે મુલાકાત કરવા સંમત થયા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પે ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ એવા ૩૪ વર્ષીય મામદાનીને 'નટજોબ' (પાગલ) અને 'બેડ ન્યૂઝ' (માઠા સમાચાર) ગણાવ્યા હતા અને તેમની ધરપકડ કરવાની તેમજ ન્યૂયોર્કનું ફેડરલ ફંડ રોકવાની ધમકી પણ આપી હતી. જવાબમાં, શહેરના પ્રથમ મુસ્લિમ મેયર બનનાર મામદાનીએ પોતાને ટ્રમ્પનું 'સૌથી ભયાનક સ્વપ્ન' ગણાવ્યા હતા.
જોકે, હવે બંને પક્ષોએ નરમ વલણ અપનાવ્યું છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું કે, "અમે ન્યૂયોર્ક માટે બધું સારું થાય તેવું ઇચ્છીએ છીએ" અને "અમે કોઈ રસ્તો કાઢીશું."
મામદાનીએ પણ પુષ્ટિ કરી કે તેમની ટીમે વ્હાઇટ હાઉસનો સંપર્ક કર્યો છે કારણ કે શહેરની સફળતા માટે આ સંબંધો મહત્વપૂર્ણ છે. મામદાની આ બેઠકમાં ગરીબ પરિવારોને અપાતી ખાદ્ય સહાય (સ્નેપ) માં કરાયેલા કાપને પાછો ખેંચવા પર ભાર મૂકશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
