<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th November 2025

દિલ્‍હીમાં વાયુ પ્રદુષણ ‘‘ખૂબ જ ખરાબ'' શ્રેણીમાં: સરેરાશ એકયુઆઇ ૩૪૧

ગઇકાલે સોમવાર કરતા આજે હવાની ગુણવતામાં આંશીક સુધારો : આનંદ વિહારમાં ૩૮૧, અલીપુરમાં ૩૭૦, બવાનામાં ૪૧૯, જહાંગીરપુરીમાં ૪૧૪, વસુંધરામાં ૪૧૮ એકયુઆઇ નોંધાયો

નવી દિલ્‍હીઃ તા.૧૮: દિલ્‍હી એનસીઆર માં વાયુ પ્રદુષણ કહેર વર્તાવી રહયો છે. સાથે જ ઝાકળ છવાયેલુ છે. સીપીસીબી મુજબ આજે સવારે ૭ વાગ્‍યે દિલ્‍હીનો સરેરાશ એકયુઆઇ ખરાર શ્રેણીમાં ૩૪૧ નોંધાયો હતો.

દિલ્‍હીના આનંદ વિહારમાં એકયેઆઇ ૩૮૧, અલીપુરમાં ૩૭૦, બવાનામાં ૪૧૯, ચાંદની ચોકમાં ૩૭૯, જહાંગીરપુરીમાં ૪૧૪ નોંધાયો હતો. ઉપરાંત નોયડા સેકટર-૬૨માં ૩૨૧, વસુંધરામાં ૪૧૮ અને ગુરૂગ્રામમાં ૩૨૮ એકયુઆઇ નોંધાયો હતો.

જો કે ગઇકાલ કરતા આજે હવાનની ગુણવતામાં થોડો સુધાર થયો હતો. જો કે ત્રણ સ્‍ટેશનોમાં એકયુમાં એકયુઆઇ ૪૦૦ થી ઉપર નોંધાયો હતો. છેલ્લા એક માસથી પણ નિષ્‍ફળ રહયા હતા.

હવાની ગુણવતા ખરાબ હોવાથી શ્વાસના દર્દીઓને પરેશાનીનો સામનો કરવો પડી રહયો છે. હોસ્‍પિટલમાં પણ શ્વાસના દર્દીઓની સંખ્‍યા પણ વધી રહી છે. દિલ્‍હી- એનસીઆરમાં ગ્રૂપ-૩નો પ્રતિબંધ લાગુ કરાયો હોવા છતા સ્‍થિતિ બગડેલી છે.

(1:08 PM IST)