<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th November 2025

વિદેશમાં નોકરીના ચક્કરમાં કિડનેપિંગનો ખતરોઃ ઈરાનમાં ‘‘વીઝા ફ્રી'' એન્‍ટ્રી બંધઃ વિદેશ મંત્રાલય દ્વારા એડવાઈઝરી જાહેર

ભારતીયોને રોજગારના ખોટા વચનો આપીને કે પછી અન્‍ય  દેશોમાં આગળની મુસાફરીની ખાતરી આપીને છેતરવાના બનાવો વધતાં, ઈરાને સામાન્‍ય ભારતીય  પાસપોર્ટ ધારકો માટેની વીઝા-મુક્‍ત યાત્રાની સુવિધા તાત્‍કાલિક અસરથી સ્‍થગિત કરી દીધી છે. પરિણામે ૨૨ નવેમ્‍બરથી ઈરાન જતાં તમામ ભારતીય પાસપોર્ટ ધારકો માટે વીઝા મેળવવો ફરજિયાત રહેશે.

વિદેશ મંત્રાલયે સોમવારે એક નિવેદનમાં જણાવ્‍યું કે, ભારતીય ાનગરિકોને નોકરીના વાયદા કે ્‌રીજા દેશની મુસાફરીની ખાતરી આપીને ઈરાન લઈ જવાના અનેક બનાવો સરકારના ધ્‍યાનમાં આવ્‍યા છે. ઈરાન પહોંચ્‍યા બાદ આમાંથી કેટલાક લોકોનું ખંડણી માટે અપહરણ કરવામાં આવ્‍યું હોવાનું બહાર આવ્‍યું છે.

આ ગુનાહિત તત્‍વોને સુવિધાનો દુરુપયોગ કરતા અટકાવવા માટે જ ઈરાન દ્વારા વીઝા-મુક્‍ત સુવિધા સ્‍થગિત કરવામાં આવી છે. મં્‌રાલયે ઈરાન જવાની ઈચ્‍છા ધરાવતા તમામ ભાભરતીય નાગરિકોને સાવધ રહેવા અજે ઈરાન થઈને ત્રીજા દેશોમાં વીઝા-મુક્‍ત યાત્રા કે આગળની મુસાફરીની ઓફર કરતા એજન્‍ટોથી દૂર રહેવાની સલાહ આપી છે.

ઈરાનના આ નિર્ણય બાદ ૨૨ નવેમ્‍બરથી ભારતીયોને ઈરાન જવા માટે વીઝા લેવો ફરજીયાત બનશે. તેથી, ઈરાન થઈને કોઈ ત્રીજા દેશમાં જનારા લોકોએ પણ વીઝા લેવો પડશે. વીઝા વિના યાત્રાની સુવિધા હવે બંધ થઈ ગઈ છે. 

(2:39 PM IST)