News of Tuesday, 18th November 2025
શપથ ગ્રહણ સમારોહ પહેલા ભાજપ અને જેડીયુ વચ્ચે તુંતું-મેંમેં!
સ્પીકર પદ, ગૃહ અને નાણામંત્રાલય અંગે ખેંચતાણ

નવી દિલ્હી, તા.૧૮: બિહાર વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ, એનડીએ સરકાર બનાવવાની તૈયારી કરી રહ્યું છે. દિલ્હીથી પટના સુધી બેઠકો ચાલી રહી છે. સ્પીકર અને મંત્રીઓના નામોને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. દરમિયાન, માહિતી મળી છે કે ભાજપ અને જેડીયુ વચ્ચે સ્પીકર પદ અંગે ખેંચતાણ ચાલી રહી છે.
બંને પક્ષો સ્પીકર પદ ઇચ્છે છે. આ બાબતે ચર્ચા કરવા માટે JDUના નેતા સંજય ઝા અને લલ્લન સિંહ દિલ્હી પહોંચ્યા છે. ગળહ વિભાગ પર પણ વિવાદ છે. બંને પક્ષોના નાણા વિભાગ પર પણ દાવા છે. જોકે, શપથ ગ્રહણ સમારોહ પહેલા આ ઝઘડાને ઉકેલવા માટે દિલ્હીમાં પ્રયાસો ચાલી રહ્યા છે.
પટણાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં એક ભવ્ય શપથ ગ્રહણ સમારોહ યોજાશે, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગળહમંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ અને NDA શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજરી આપશે. વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા ત્યારથી જ સત્તા માળખાને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયા ચાલી રહી છે, અને સૂત્રોના જણાવ્યા અનુસાર, નવી સરકારની રૂપરેખા લગભગ નક્કી થઈ ગઈ છે. શપથ ગ્રહણ સમારોહની કામચલાઉ તારીખ પણ જાહેર થઈ ગઈ છે. નીતિશ કુમારના નેતળત્વ હેઠળની નવી સરકાર ગુરુવાર, ૨૦ નવેમ્બરના રોજ શપથ લેશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, એનડીએ ગઠબંધનમાં મંત્રાલયોની વહેંચણી પર એક કરાર થયો છે. અહેવાલો અનુસાર, દરેક છ ધારાસભ્યો માટે એક મંત્રી પદનો ફોર્મ્યુલા લાગુ કરવામાં આવી શકે છે. તેના આધારે સાથી પક્ષોના ક્વોટા નક્કી કરવામાં આવી રહ્યા છે. અહેવાલો સૂચવે છે કે ૨૦ નવેમ્બરના રોજ નીતિશ કુમાર સાથે ૨૦ મંત્રીઓ શપથ લઈ શકે છે, ત્યારબાદ ૧૪ વધુ મંત્રીઓ શપથ લઈ શકે છે. આનો અર્થ એ થયો કે નીતિશ કુમારની સરકારમાં કુલ ૩૪ મંત્રીઓનો સમાવેશ કરવામાં આવશે.
જેડીયુ અને ભાજપ વચ્ચે સ્પીકર, ગળહ અને નાણાં વિભાગો પર ખેંચતાણ ચાલી રહી છે. જો એલજેપી નાયબ મુખ્યમંત્રી પદ જીતે છે, તો તેની પાસે બે મંત્રીઓ હશે. શપથ ગ્રહણ સમારોહમાં મુખ્યમંત્રી સાથે ૨૦ મંત્રીઓ શપથ લઈ શકે છે. મંત્રીમંડળનું વિસ્તરણ પછી થશે. શપથ ગ્રહણ પછી, ૨૪ થી ૨૮ નવેમ્બર દરમિયાન વિધાનસભાનું ખાસ સત્ર બોલાવવામાં આવી શકે છે. સત્ર દરમિયાન, સરકાર ગળહમાં પોતાનો બહુમતી સાબિત કરશે
(3:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
