<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th November 2025

વિશ્વાસઘાત અને ઠગાઈ કરવાના ગુનામાં પકડાયેલ પુણે(મહારાષ્‍ટ્ર)ની કોર્ટ દ્વારા આરોપીના જામીન મંજૂર

રાજકોટ, તા.૧૮:   પુણે શહેરના માર્કેટ યાર્ડ પોલીસ સ્‍ટેશન, પુણે શહેરમાં ફરીયાદી તન્‍મય બાલાસાહબ રાક્ષે દ્વારા રૂ. ૧૭,૧૨,૧૮૦/- આરોપી પેઢીએ પૈસા લઇ માલ ન આપી તેઓની સાથે થયેલ વિશ્વાસઘાત અને ઠગાઈની વિગતવાર ફરીયાદ નોંધાવી હતી. જેમાં ધરપકડ થયેલા આરોપી દિલીપભાઈ જેન્‍તીભાઈ પંડયાને  પુણે શહેરની જે.એમ.એફ.સી. કોર્ટે વિવિધ શરતોને આધીન રેગ્‍યુલર જામીન ઉપર મુક્‍ત કરવાનો હુકમ કરેલ હતો.

આ કેસની વિગત એવી છે કે તા. ૧૭-૦૬-૨૦૨૫ ના રોજ પુણે શહેરના માર્કેટ યાર્ડ પોલીસ સ્‍ટેશન, પુણે શહેરમાં ફરીયાદી તન્‍મય બાલાસાહેબ રાક્ષે દ્વારા ઉપરોકત આક્ષેપવાળી ફરીયાદ આપેલ હતી કે પોતે આનંદ વેર હાઉસીંગ ફર્મમાં ભાગીદાર હોય અને તેઓએ ફેબ્રુઆરી ૨૦૨૪ થી કોસ્‍ટીક સોડા ખરીદવા અને વેચવાનો વ્‍યવસાય શરૂ કયો હતો અને તેઓએ રાજકોટ ખાતે આવેલી જે.બી.પ્રોડકટસ પાસેથી માલની ખરીદી કરતા હતા તેઓએ આરોપી પેઢીને અલગ અલગ સમયે કુલ રકમ રૂ. ૧૭,૧૨, ૧૮૦/- ની રકમ ઓનલાઈન ચુકવી હતી છતા માલ (કોસ્‍ટીક સોડા) ન આપી ઓફીસનુ ખોટુ સરનામુ આપી તેઓ સાથે વિશ્વાસઘાત અને ઠગાઈ કરેલ છે.

સદરહું ફરીયાદના અનુસંધાને પુના શહેરના માર્કેટ યાર્ડ પોલીસ સ્‍ટેશન માં બી.એન.એસ.ની કલમ ૩(૫), ૩૧૮ (૪),૩૧૬(૨) મુજબનો ગુનો દાખલ થયેલ હતો. ત્‍યારબાદ સદરહું ગુનામાં દિલીપભાઈ જેન્‍તીભાઈ પંડયા  પુના પોલીસ દવારા ધરપકડ થયેલ હતી ત્‍યારબાદ પોલીસે ચાર્જશીટ દાખલ કરેલ હતું. ત્‍યારબાદ  ટ્રાયલ કોર્ટમા ઉપરોકત આરોપીની જામીન અરજી દાખલ કરવામાં આવેલ હતી. જેમાં સરકાર તરફે વિગતવાર વાંધા તથા દલીલો થયેલ હતી અને આરોપી તરફે પણ વિગતવાર દલીલો થયેલી હતી કે સદરહુ આરોપી જે.બી.પ્રોડકટસના માલીક નથી કે તેઓએ કોઇ રકમ મેળવેલ નથી અને સદરહુ મેટર સીવીલ નેચરની જેને ફોજદારી રૂપ આપવામાં આવેલ છે વિગેરે આરોપી તરફે થયેલ દલીલો ધ્‍યાને લઈ વિવિધ શરતો સાથે  પુણે શહેરની ટ્રાયલ કોર્ટે આરોપી દિલીપભાઈ જેન્‍તીભાઈ પંડયા ને રેગ્‍યુલર જામીન ઉપર મુકત કરવાનો હુકમ કરેલ હતો.

આ કામમાં આરોપી દિલીપભાઈ જેન્‍તીભાઈ પંડયા તરફે રાજકોટના એડવોકેટ જીતેન્‍દ્રસિંહ પરમાર, સચીનભાઈ સોલંકી, ચિરાગભાઈ મેતા, મહેશભાઈ તાવીયા, રાજેન્‍દ્રસિંહ પરમાર, વિજયભાઈ જોશી, ઈકબાલભાઈ થૈયમ, એસ.એમ.ડાભી રોકાયેલ હતા

(3:20 PM IST)