News of Tuesday, 18th November 2025
સોનામાં ૧૦૦૦-ચાંદીમાં ર૦૦૦ તુટયા
સોનાના ભાવ ઘટીને ૧,રપ,૩૦૦ અને ચાંદીના ભાવ ૧,પ૬,૦૦૦ રૂા. થયા

રાજકોટ, તા. ૧૮: બુલીયન માર્કેટમાં આજે સોનામાં ૧૦૦૦ રૂા. અને ચાંદીમાં ર૦૦૦ રૂા. ઘટયા હતા.
બુલીયન માર્કેટમાં ડોલરમાં મંદીને પગલે સ્થાનીક બજારમાં સોનામાં ૧૦૦૦ રૂપિયા હતા ગઇ કાલે સોનુ સ્ટાર્ન્ડડ (૧૦ ગ્રામના ભાવ) ૧,ર૬,૩૦૦ હતા તે ઘટીને આજે બપોરે ૧,રપ,૩૦૦ રૂા. થયા છે. સોનાના બીસ્કીટ (૧૦૦ ગ્રામ) એ ૧૦,૦૦૦ રૂપિયા ઘટી ગયા છે. સોનાના બીસ્કીટના ભાવ ૧ર,૬૩,૦૦૦ હતા તે ઘટીને ૧ર,પ૩,૦૦૦ ની સપાટીએ ભાવ પહોચ્યા છે.
સોનાની સાથે ચાંદીમાં પણ ર૦૦૦ રૂપિયાનું ગાબડુ પડયુ હતું. બુલીયન માર્કેટમાં સેન્ટમાં મંદીના કારણે સ્થાનિક બજારમાં ચાંદીના ર૦૦૦ ઘટયા હતા ગઇ કાલે ચાંદી ચોરસા (એક કિલોના ભાવ) ૧,પ૮,૦૦૦ હતા તે ઘટીને ૧,પ૬,૦૦૦ રૂપિયાની સપાટીએ ભાવ પહોચ્યા હતા.
છેલ્લા બે દિવસમાં સોનામાં ૧૭૦૦ રૂા. અને ચાંદીમાં ૩૦૦૦ રૂા. નો ભાવ ઘટાડો થયો છે.
(3:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
