News of Tuesday, 18th November 2025
અભિનેત્રી- સાંસદ કંગના રનૌતએ લીધી ગીરની મુલાકાત : ખુલ્લી જિપ્સીમાં સફારી પાર્કમાં સફર કરી જંગલનો રોમાંચક અનુભવ કર્યો
કંગના રનૌત અને તેનો ભાણેજ પૃથ્વી સાથે ગીરના જંગલમાં મુક્તપણે વિહરતા સિંહોને જોઇને ખૂબ જ ખુશ થયા : ગીરના કુદરતી સૌંદર્ય અને ઇકો સિસ્ટમની પ્રશંસા કરી: અદભુત ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા

( વિનુ જોશી દ્વારા ) જૂનાગઢ : બૉલીવુડ અભિનેત્રી અને સાંસદ કંગના રનૌત ગુજરાતના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન, કંગનાએ તેની બહેન રંગોલીના પુત્ર પૃથ્વી સાથે ગુજરાતના ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લીધી, જે તેનો પ્રિય પ્રવાસ સાથી પણ છે. કંગનાએ આ સાહસિક પ્રવાસના ખાસ ફોટા તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કર્યા અને ગુજરાતની સુંદરતા વિશે એક ખાસ નોંધ વાત પણ લખી.
સાસણ ગીર વન વિભાગના અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર કંગના રનૌત અને તેનો ભાણેજ પૃથ્વી આજે વહેલી સવારે 6:15 વાગ્યાની આસપાસ સફારી પાર્કમાં પ્રવેશી હતી. એક્ટ્રેસે આશરે બે કલાકનો સમય જંગલ સફારીમાં વિતાવ્યો હતો. કંગના રનૌતે ખુલ્લી જિપ્સીમાં સફારી પાર્કની મુલાકાત લઈને જંગલનો રોમાંચક અનુભવ કર્યો હતો.
સફારી દરમિયાન એક્ટ્રેસ કંગના રનૌતે તેના ભાણિયા સાથે બે નર સિંહ અને એક માદા સિંહના દર્શન કર્યા હતા. ગીરના જંગલમાં મુક્તપણે વિહરતા સિંહોને જોઇને કંગના રનૌત ખૂબ જ ખુશ થઈ હતી અને ગુજરાતનું ગૌરવ એવા આ શક્તિશાળી પ્રાણીઓના ભરપૂર વખાણ કર્યા હતા.
સફારી દરમિયાન એક્ટ્રેસ કંગના રનૌતે તેના ભાણિયા સાથે બે નર સિંહ અને એક માદા સિંહના દર્શન કર્યા હતા. ગીરના જંગલમાં મુક્તપણે વિહરતા સિંહોને જોઇને કંગના રનૌત ખૂબ જ ખુશ થઈ હતી અને ગુજરાતનું ગૌરવ એવા આ શક્તિશાળી પ્રાણીઓના ભરપૂર વખાણ કર્યા હતા.
કંગના રનૌતે તેના નાના મિત્ર પૃથ્વી સાથે ઇન્સ્ટાગ્રામ પર ઘણા સુંદર ફોટા શેર કર્યા છે. તેઓએ ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં જંગલ સફારીનો આનંદ માણ્યો હતો. આ ફોટામાં કંગના સફારી જેકેટ અને ટોપી પહેરેલી, જીપમાં બેઠેલી અને દૂરબીન દ્વારા પ્રાણીઓને જોતી જોવા મળે છે.
કંગનાએ આ અદભુત ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા અને કેપ્શનમાં લખ્યું- ગુજરાત અદ્ભુત છે. હું તેની સુંદરતા, સંસ્કૃતિ અને પ્રામાણિકતાથી આશ્ચર્યચકિત છું. આજે હું મારા નાના મિત્ર પૃથ્વી સાથે ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં છું. પૃથ્વી મારો પ્રિય ટ્રાવેલ પાર્ટનર બની ગયો છે. અમે વિવિધ પ્રાણીઓ જોઈને ખૂબ ખુશ છીએ. આમ પણ ગુજરાતના સિંહો સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે.
(8:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
