News of Wednesday, 19th November 2025
જયશંકરે રશિયન પ્રમુખ સાથે મોસ્કોમાં કરી મુલાકાત
રશિયાના વડાપ્રધાન મિખાઇલ મિશુસ્તિન અને રશિયન વિદેશ મંત્રી સેર્ગેઈ લવરોવ સાથે પણ મુલાકાત કરી

મોસ્કો તા.૧૯: વિદેશ મંત્રી એસ. જયશંકરે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સભ્ય દેશોના પ્રતિનિધિમંડળોના વડાઓ સાથે રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી. જયશંકર SCO કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ સ્ટેટ મીટિગમાં ભાગ લેવા માટે મોસ્કો પહોંચ્યા હતા.
રશિયન રાષ્ટ્રપ્રમુખ સાથેની તેમની મુલાકાત અંગે એસ. જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કહ્યું, ગત બપોરે રાષ્ટ્રપ્રમુખ પુતિન સાથે SCO પ્રતિનિધિમંડળના અન્ય વડાઓ સાથે મુલાકાત કરી.રશિયાની મુલાકાત દરમિયાન એસ. જયશંકરે રશિયાના વડાપ્રધાન મિખાઇલ મિશુસ્તિન અને રશિયન વિદેશ મંત્રી સેર્ગેઈ લવરોવ સાથે પણ મુલાકાત કરી હતી.
ક્રેમલિનમાં યોજાયેલી આ બેઠકમાં રશિયાના વડાપ્રધાન મિખાઇલ મિશુસ્તિન, ઈરાનના ઉપરાષ્ટ્રપ્રમુખ મોહમ્મદ રઝા આરિફ, બેલારુસના વડાપ્રધાન એલેક્ઝાન્ડર તુર્ચિન, કઝાકિસ્તાનના વડાપ્રધાન ઓલજસ બેક્ટેનોવ, કિર્ગિસ્તાનના વડાપ્રધાન અદિલબેક કાસિમાલિયેવ, તાજાિકિસ્તાનના કોખિર રસુલઝોદા અને ઉઝબેકિસ્તાનના અબ્દુલ્લા અરિપોવ તેમજ પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઇશાક ડાર અને લ્ઘ્બ્ સેક્રેટરી જનરલ નુરલાન યર્મેકબાયેવ હાજર રહ્યા હતા.
રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને મંગળવારે સભ્ય દેશો વચ્ચે આર્થિક વિકાસ અને સહયોગ માટે એશિયન સંગઠન તરીકે SCO ની વિશ્વસનીયતા અને પ્રભાવ વધારવા હાકલ કરી હતી. રશિયાના વડાપ્રધાન મિખાઇલ મિશુસ્તિનની અધ્યક્ષતામાં બે દિવસીય બેઠક બાદ ક્રેમલિનમાં SCO સરકારના વડાઓ સાથેની બેઠક દરમિયાન પુતિને આ ટિપ્પણી કરી હતી.
(9:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
