News of Wednesday, 19th November 2025
નેશનલ હાઈવે ઉપર ક્યૂઆર કોડ સ્કેન કરતા જ પ્રોજેક્ટ, હોસ્પિટલ, ટોલનાકાની માહિતી મળી જશે
NH-48, એક્સપ્રેસ હાઈવે ઉપર દર ૨૦ કિમીના અંતરે ક્યૂઆર કોડના બોર્ડ મુકાશે : વાહનચાલકો ક્યૂઆર સ્કેન કરશે એટલે રસ્તો કોણે અને ક્યારે બનાવ્યો તેની વિગતો પણ મળી જશે

નવી દિલ્હી,તા.૧૯: એક્સપ્રેસ હાઈવે અને નેશનલ હાઈવે ઉપર હવે રસ્તાની ડાબી બાજુ ક્યુઆર કોડના બોર્ડ મુકાશે. વાહનમાલિકો આ ક્યૂઆર કોડ સ્કેન કરશે એટલે તવ સ્ટેશન, પેટ્રોલપંપ, પંક્ચર બનાવનાર, રેસ્ટેરન્ટ, હોટેલ સહિતની માહિતી એક ક્લિક પર મળી જશે. નેશનલ હાઈવે અને એક્સપ્રેસ હાઈવે ઉપર દર ૨૦ કિલોમીટરના અંતરે આવા કક્યૂઆર કોડના બોર્ડ મુકાશે. ક્યૂઓર કોડ મૂકવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આગામી ટૂંક સમયમાં ક્યૂઆર કોડ મૂકવાનો આરંભ કરી દેવાશે.
અકસ્માત કે આપાતકાલીન સમયે વાહનમાલિકોને નજીકની હોસ્પિટલ, ક્લિનિક તેમજ પોલીસ સ્ટેશનનું નામ અને નંબર જેવી બેઝિક માહિતી મળી રહે તે માટે કેન્દ્રીય મંત્રી નીતિન એક્સપ્રેસ હાઈવે અને નેશનલ હાઈવે બોર્ડ મૂકવા આદેશ આપ્યો હતો. દરેક વાહનમાલિકને આસપાસની હોસ્પિટલ, રેસ્ટેરન્ટ, પેટ્રોલપંપ, ટોલનાકું, રસ્તો બનાવનાર કોન્ટ્રાક્ટરનું નામ તેમજ રસ્તાના મેન્ટેનન્સની લગતી માહિતી એક ક્લિક પર મળી જાય તેવી સુવિધા ઊભી કરવા ફરમાન જારી કર્યું હતું. દરમિયાન કેન્દ્રીય મંત્રીની સૂચનાને પગલે દક્ષિણ ઝોનમાં એક્સપ્રેસ હાઈવે અને નેશનલ હાઈવે પર પ્રોજેક્ટની બેઝિક માહિતી, આપાતકાલીન કોન્ટેકટ નંબર, હોસ્પિટલ, ટોલનાકાની માહિતી દર્શાવતું કયૂઆર કોડનું બોર્ડ મૂકવા તૈયારી કરી દેવામાં આવી છે. રસ્તાની બાજુમાં દર ૨૦ કિલોમીટરના અંતરે કક્યુઆર કોડના બોર્ડ મુકાશે. આ ક્યૂઆર કોડ સ્કેન કરતા જ વાહનમાલિકોને પોતે ક્યાં ઊભા છે તે સ્થળનું નામ, નજીકમાં કયું ગામ કે શહેર આવેલું છે. તેમજ જે હાઈવે પરથી પસાર થઈ રહ્યા છે તે રસ્તો કયા કોન્ટ્રાક્ટરે બનાવ્યો ક્યારે બનાવ્યો તેમજ તેના મેન્ટેનન્સનો સમયગાળો શું છે તેની સંપૂર્ણ માહિતી મળી જશે. એટલું જ નહીં કોન્ટ્રાક્ટરનું અને મોબાઈલ મળી જશે. જ નજીકની હોસ્પિટલનું નામ, કોન્ટ્રાક્ટનો નંબર પણ કયૂઆર કોડની મદદથી મળી જશે.(૪૦.૧૭)
ક્યૂઆર કોડ સ્કેન કરતા નીચે મુજબની માહિતી મળી જશે
* પ્રોજેક્ટની બેઝિક ડિટેઈલઃ ૧ નેશનલ હાઈવે-એક્સપ્રેસ વે ક્યો છે. તેનો નંબર, નેશનલ હાઈવેનું નામ, તમે જ્યાં ઊભા હોય તે સ્થળનું નામ, રસ્તો ક્યારે બન્યો તેની વિગત અને મેન્ટેનન્સનો સમયગાળો
* આપાતકાલીન નંબરઃ ૧ હાઈવે ૨ પેટ્રોલ મોબાઈલ નબર પ્રોજેક્ટ મેનેજર નામ અને મોબાઈલ નંબર, નિવાસી ઈજનેરનું નામ અને મોબાઈલ નંબર ફણ્ખ્ત્ના જે તે જિલ્લાના મુખ્ય અધિકારીનું નામ અને મોબાઈલ નંબર, નજીકના પોલીસ મથકનું નામ અને ટેલિફોન નંબર તેમજ પોલીસ સ્ટેશન કેટલું દુર છે તેની માહિતી
*હોસ્પિટલની માહિતીઃ હાઈવે તથા એક્સપ્રેસ વે પર જ્યાં ઊભા હોય ત્યાંથી નજીકની હોસ્પિટલનું નામ, ત્યાનો ટેલિફોન નંબર અને હોસ્પિટલ કેટલી દૂર છે તેની માહિતી મળી જશે
* ટોલનાકું: ૧ ટોલપ્લાઝાનું નામ, ટોલપ્લાઝાનું અંતર, ટોલપ્લાઝાના મેનેજરનું નામ અને મોબાઈલ નંબર
* રેસ્ટોરન્ટઃ રેસ્ટોરન્ટનું નામ, મોબાઈલ નંબર અને અંતર
* અન્ય સુવિધાઓઃ ૧ હાઈવે પર ઉપલબ્ધ સુવિધાઓને માહિતી, જેવી કે નજીકના નેસ્ટ એરિયા, રેસ્ટ એરિયા, વ્હીકલ ચાર્જિગ સ્ટેશન, પેટ્રોલ પંપ, શૌચાલય, પંક્ચર રિપેરની દુકાન જેવી માહિતી પણ ક્યુઆર કોડ સ્કેન કરતા મળી જશે
રસ્તાની ડાબી બાજુ ક્યૂઆર કોડના બોર્ડ મુકાશે
વાહનમાલિક જે દિશામાં મુસાફરી કરી રહ્યા હશે તે રસ્તાની ડાબી બાજુ ક્યુઆર કોડ મુકાશે, એટલે કે વાહનચાલકો સરળતાથી વ્હીકલ ઊભું રાખી યુઆર કોડ સ્કેન કરી પોતાની જોઈતી માહિતી મેળવી શકશે. ક્યુઆર કોડ સ્કીન કરતી વેળા મોબાઈલનું લોકેશન ચાલુ રાખવું પડશે. જેથી કરીને ક્યુઆર કોડ તમારી આસપાસની સુવિધાઓ સંદર્ભની સચોટ માહિતી પૂરી પાડી શકે.
(10:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
