News of Wednesday, 19th November 2025
BLOના નામે કોઈ OTP માંગે તો આપતા નહીં
ચૂંટણી પંચે આપી ચેતવણી...સાયબર ઠગો હવે લોકોને ચૂનો લગાવવા માટે BLOના નામે ફોન કરી રહ્યા છે અને OTP માંગી રહ્યા છે

નવી દિલ્હી,તા.૧૯: ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યોમાં SIRની કામગીરી શરૂ થઈ ચૂકી છે. એવામાં સાયબર ઠગો હવે લોકોને ચૂનો લગાવવા માટે BLOના નામે ફોન કરી રહ્યા છે અને OTP માંગી રહ્યા છે. દેશના કેટલાક રાજ્યોમાંથી આવા બનાવ સામે આવી ચૂક્યા છે. એવામાં હવે મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) કાર્યાલય અને ભારત ચૂંટણી પંચ (ECI)એ લોકોને ચેતવણી આપી છે.
મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) કાર્યાલય અને ભારત ચૂંટણી પંચ (ECI)એ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અથવા મતદાતા યાદી સુધારણાની પ્રક્રિયામાં જનતા પાસેથી ક્યારેય OTP માંગવામાં આવતો નથી. ચૂંટણી પંચે ચેતવણી જારી કરતાં જણાવ્યું છે કે જો કોઈ મોબાઈલ નંબર પર OTP આવે અથવા કોઈ વ્યક્તિ BLOના નામે તમારી પાસેથી OTP માંગે, તો તમે એલર્ટ થઈ જજો. આ છેતરપિડીની એક નવી ટ્રિક હોઈ શકે છે.
તાજેતરમાં પヘમિ બંગાળના કોલકાતા તેમજ અન્ય જિલ્લાઓમાં ફરિયાદો આવી છે કે કેટલાક લોકો પોતાને ચૂંટણી પંચના પ્રતિનિધિ ગણાવીને OTP માંગી રહ્યા છે. ઘણા નાગરિકો ભ્રમમાં આવીને બ્વ્ભ્ શેર કરી દે છે. એવામાં પヘમિ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારી કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યું છે કે, ચ્ઘ્ત્ અથવા ઘ્ચ્બ્ વેસ્ટ બંગાલ તરફથી ન તો બ્વ્ભ્ મોકલવામાં આવે છે, ન તો કોઈ પ્રક્રિયા માટે બ્વ્ભ્ માંગવામાં આવે છે. લ્ત્ય્ અથવા વોટર લિસ્ટ અપડેટ સાથે જોડાયેલા કોઈપણ કામ માટે OTP આપવાની જરૂર નથી.
જો તમને પણ કોઈનો ફોન આવે કે જે તમને તમારા SIR માટે તમારા મોબાઇલ નંબર પર મળેલો OTP આપવાનું કહે તો તમે એલર્ટ થઈ જજો. ભૂલથી પણ કોઈની સાથે ઓટીપી શેર કરતા નહીં, નહીંતર તમને મોટું નુકસાન થઈ શકે છે. એટલું જ નહીં જો તમને કોઈ OTP માટે ધમકી આપે, તો તાત્કાલિક પોલીસની મદદ લો અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં તેની જાણ કરો, પરંતુ OTP કોઈને શેર કરશો નહીં.(૪૦.૭)
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
