News of Wednesday, 19th November 2025
પુટ્ટપર્થીમાં શ્રી સત્ય સાઈ બાબાના શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણીઃ નરેન્દ્રભાઇની વિશેષ ઉપસ્થિતિઃ બાબા સાથેના જૂના સંસ્મરણો વાગોળ્યા

પુટ્ટપર્થી/નવી દિલ્હીઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજે (૧૯ નવેમ્બર, ૨૦૨૫) આંધ્રપ્રદેશના પુટ્ટપર્થીની મુલાકાતે આવ્યા છે. અહીં તેઓ વિશ્વપ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ શ્રી સત્ય સાઈ બાબાના ૧૦૦મા જન્મોત્સવ (શત જયંતી) નિમિત્તે આયોજિત ભવ્ય કાર્યક્રમમાં સહભાગી થશે. આ પવિત્ર પ્રસંગે હાજરી આપવા માટે પોતે અત્યંત ઉત્સુક હોવાનું વડાપ્રધાને સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું.
વડાપ્રધાનનો ભાવુક સંદેશ અને જૂની યાદો
પોતાની મુલાકાત પૂર્વે વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સત્ય સાઈ બાબા સાથેના પોતાના જૂના નાતાને યાદ કર્યો હતો. તેમણે બાબા સાથેની મુલાકાતની કેટલીક દુર્લભ તસવીરો શેર કરતા લખ્યું હતું કે, આવતીકાલે ૧૯ નવેમ્બરે પુટ્ટપર્થીમાં યોજાનારા શ્રી સત્ય સાઈ બાબાના શત જયંતી મહોત્સવમાં ભાગ લેવા અને આંધ્રપ્રદેશના મારા ભાઈ-બહેનોની વચ્ચે રહેવા હું આતુર છું.
વડાપ્રધાને બાબાને શ્રદ્ધાંજાલિ આપતા જણાવ્યું હતું કે, સમાજ સેવા અને આધ્યાત્મિક જાગૃતિ માટે સત્ય સાઈ બાબાએ જે પ્રયાસો કર્યા છે અને જેવું જીવન જીવ્યું છે, તે આવનારી અનેક પેઢીઓ માટે માર્ગદર્શક બની રહેશે. તેમણે યાદ કર્યું હતું કે ભૂતકાળમાં જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા અને તે પહેલાં પણ, તેમને બાબા સાથે સત્સંગ કરવાના અને તેમની પાસેથી ઘણું શીખવાના અનેક અવસરો પ્રાપ્ત થયા હતા.
કાર્યક્રમની રૂપરેખા
જ્જમળતી વિગતો મુજબ વડાપ્રધાનનો આજનો કાર્યક્રમ નીચે મુજબ રહી શકે છે
જ્જવડાપ્રધાન મોદી સવારે પુટ્ટપર્થી સ્થિત 'પ્રશાંતિ નિલયમ' ખાતે પહોંચશે.
જ્જસૌ પ્રથમ તેઓ શ્રી સત્ય સાઈ બાબાની મહાસમાધિના દર્શન કરશે અને પુષ્પાંજાલિ અર્પણ કરશે.
જ્જત્યારબાદ તેઓ શ્રી સત્ય સાઈ હિલ વ્યૂ સ્ટેડિયમમાં આયોજિત મુખ્ય શતાબ્દી સમારોહમાં હાજરી આપશે.
જ્જઆ ઐતિહાસિક પ્રસંગે વડાપ્રધાનના હસ્તે શ્રી સત્ય સાઈ બાબાની સ્મૃતિમાં એક વિશેષ સ્મારક ટપાલ ટિકિટ અને રૂપિયા ૧૦૦ નો સ્મારક સિક્કો બહાર પાડવામાં આવે તેવી શક્યતા છે.
જ્જકાર્યક્રમના અંતે તેઓ ઉપસ્થિત વિશાળ જનમેદનીને સંબોધન કરશે.
વિશ્વભરમાંથી ઉમટેલા ભક્તો
શ્રી સત્ય સાઈ બાબાના ૧૦૦મા જન્મોત્સવની ઉજવણી માટે વિશ્વના લગભગ ૧૪૦ દેશોમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પુટ્ટપર્થી આવી પહોંચ્યા છે. સમગ્ર પુટ્ટપર્થી નગર ભક્તિમય બની ગયું છે. વડાપ્રધાનની મુલાકાતને પગલે અનંતપુર જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

(12:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
