News of Wednesday, 19th November 2025
લોરેન્સ બિશ્નોઈના ગેંગસ્ટર ભાઈને અમેરિકાથી ભારત લવાયો
હવે તેની બાબા સિદ્દીકી હત્યા કેસ અને સલમાન ખાનના ઘરે ગોળીબાર સહિત અનેક કેસોમાં પૂછપરછ કરવામાં આવશે

નવી દિલ્હી, તા.૧૯: ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નાના ભાઈ અનમોલ બિશ્નોઈને અમેરિકાથી ભારત લાવવામાં આવ્યો છે. NIAના સૂત્રોના જણાવ્યા અનુસાર, અનમોલ બિશ્નોઈ દિલ્હીના IGI એરપોર્ટ પર ઉતર્યો હતો અને હવે વિવિધ કેસોમાં એજન્સીઓ તેની પૂછપરછ કરશે. નોંધનીય છે કે ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈ સામે ભારતમાં અનેક કેસ નોંધાયેલા છે. કેન્દ્ર સરકાર પહેલા નક્કી કરશે કે તેને પૂછપરછ માટે કઈ એજન્સીમાં મોકલવામાં આવશે. અનમોલ બિશ્નોઈ સાથે સંકળાયેલા ત્રણ સૌથી મહત્વપૂર્ણ કેસોમાં મૂસેવાલા હત્યા કેસ, બાબા સિદ્દીકી હત્યા કેસ અને સલમાન ખાનના ઘરે ગોળીબારનો સમાવેશ થાય છે. અનમોલ બિ‘ોઈ દેશની બહાર રહીને ભારતમાં કઈ ઘટનાઓમાં સામેલ રહ્યો છે તે જાણો.
એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યા કેસમાં મુખ્ય આરોપી ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈ એપ્રિલ ૨૦૨૪માં અભિનેતા સલમાન ખાનના ઘરે થયેલા ગોળીબારના સંદર્ભમાં વોન્ટેડ છે. મુંબઈ પોલીસે અનમોલ બિશ્નોઈ માટે બે પ્રત્યાર્પણ દરખાસ્તો મોકલી હતી. મુંબઈ પોલીસના એક અધિકારીના જણાવ્યા અનુસાર, આ એક બહુ-એજન્સી ઓપરેશન હતું. મુંબઈ પોલીસ અનમોલ સામે નોંધાયેલા કેસોમાં તેની પૂછપરછ કરવા માટે તેની કસ્ટડી પણ માંગશે.એનઆઈએએ અનમોલ બિશ્નોઈ માટે રૂ.૧૦ લાખનું ઈનામ જાહેર કર્યું હતું. પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાના ૨૦૨૨ના હત્યા કેસમાં અનમોલ બિશ્નોઈનું નામ પણ સામે આવ્યું હતું. વધુમાં, એનસીપી નેતા બાબા સિદ્દીકીના પુત્ર ઝીશાન સિદ્દીકીએ જણાવ્યું હતું કે તેમને એક ઈમેલ મળ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે અનમોલ બિ‘ોઈને યુનાઇટેડ સ્ટેટ્સમાંથી દેશનિકાલ કરવામાં આવ્યો છે.
એ નોંધવું જોઈએ કે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની ૧૨ ઓક્ટોબર, ૨૦૨૪ ના રોજ રાત્રે તેમના પુત્ર ઝીશાનની બાંદ્રા ઓફિસ સામે હત્યા કરવામાં આવી હતી. સિદ્દીકીને બાઇક પર આવેલા હુમલાખોરોએ ગોળી મારી હતી. હત્યાના સંદર્ભમાં અનમોલના મોટા ભાઈ લોરેન્સ બિશ્નોઈની ગેંગ સાથે સંકળાયેલા ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
