News of Thursday, 20th November 2025
અમિતભાઇ શાહ ભાવનગરમાં કાલે કચ્છ-મોરબીના મહેમાન બનશે
આજે રાત્રી રોકાણ કચ્છમાં કરશેઃ કાલે બીએસએફના સ્થાપના દિવસની ઉજવણીઃ મોરબીમાં ભાજપ કાર્યાલયનું ઉદ્્ઘાટનઃ જગદીશ વિશ્વકર્મા પણ હાજર રહેશે : કચ્છમાં કાલે અમિતભાઇ શાહ-હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં બીએસએફનો સ્થાપના દિવસ ઉજવાશે

રાજકોટ તા. ર૦ :.. કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઇ શાહ આજથી બે દિવસ સૌરાષ્ટ્ર-કચ્છના પ્રવાસે છે.
આજે બપોરે ર વાગ્યા પછી અમિતભાઇ શાહનું ભાવનગરમાં આગમન થશે. ત્યાંથી કચ્છ જશે અને રાત્રી રોકાણ કચ્છમાં કરશે.
ત્યારબાદ કાલે બપોર સુધી કચ્છમાં અને બપોરે મોરબીના મહેમાન કેન્દ્રીય મંત્રી અમિતભાઇ શાહ બનશે.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : દેશના ગળહમંત્રી અમિતભાઈ શાહ ની આજે ભાવનગરમાં નારી ચોકડી ખાતે જાહેર સભા યોજાય છે. પ્રદેશ ભાજપ પ્રમુખ વિશ્વકર્મા પણ ભાવનગર માં જિલ્લા ભાજપ કાર્યાલયના ઉદ્ધાટન માટે આવી રહ્યા છે. સાથે કેન્દ્રના પ્રધાનો અને રાજ્યના પ્રધાનો પણ ભાવનગરમાં ઉપસ્થિત રહેનાર છે. શહેરના નારી ચોકડી ખાતે ભાજપ કાર્યાલય ઉદ્્ઘાટન બાદ અમિતભાઈ સાની જાહેર સભા યોજાય છે. કાર્યક્રમમાં કેન્દ્રના મંત્રી ડો. મનસુખ માંડવીયા, કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા, કેબિનેટ કળષિ મંત્રી જીતુભાઈ વાઘાણી મંત્રી પરષોત્તમભાઈ સોલંકી, ભાવનગર જિલ્લાના ધારાસભ્યો, મેયર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.
ભારતના ગળહમંત્રી અમિતભાઈ શાહ ભાવનગર એરપોર્ટ ખાતે આવી શ્રી કમલમ ભાજપ કાર્યાલય, નાની ખોડિયાર પાસે તેમજ નારી ચોકડી પાસે જાહેર સભા સ્થળ ખાતેનાં કાર્યક્રમમાં પધારનાર છે. ગળહમંત્રીશ્રી ‘ઝેડ પ્લસ સી.આર.પી.એફ પ્રોટેકટી મુજબનું સુરક્ષા કવચ ધરાવે છે. ભાવનગર જિલ્લો લાંબો દરિયા કિનારો ધરાવે છે. જેથી મહાનુભાવશ્રીના ભાવનગર જિલ્લાના સમગ્ર પ્રવાસ કાર્યક્રમ દરમ્યાન તેઓની સુરક્ષા અને સલામતીને ધ્યાને લઇ, પ્રવાસ રૂટ ઉપર તથા અન્ય જરૂરી સ્થળ ખાતે'નો ડ્રોન તથા અન્ય શ્ખ્સ્(Unarmed Aerial Vehicle) નો ફલાય ઝોન' અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવાની જરૂર જણાતાં ભાવનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.ડી.ગોવાણીએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ની પેટા કલમ-(૧) હેઠળ મળેલ અધિકારની રૂઈએ ભાવનગરમાં સ્થળ/વિસ્તારને ‘નો ડ્રોન તથા અન્ય શ્ખ્સ્(Unarmed Aerial Vehicle) નો ફલાય ઝોન' જાહેર કર્યો છે.
મોરબી
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી :.. કેન્દ્રીય ગળહમંત્રી અમિતભાઈ શાહ આવતીકાલે મોરબી આવી રહ્યા છે. તેઓના હસ્તે મોરબીમાં ભાજપના નવા બનેલા કાર્યાલય કમલમનો ઉદઘાટન સમારોહ યોજાશે. આ વેળાએ નવા પ્રદેશ પ્રમુખનો સન્માન સમારોહ પણ યોજાનાર છે.
આવતીકાલે તારીખ ૨૧ નવેમ્બરના રોજ કેન્દ્રીય ગળહ મંત્રી અમિતભાઈ શાહના હસ્તે મોરબીમાં કમલમ કાર્યાલયનું ઉદ્ઘાટન થનાર છે અને નવનિયુક્ત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માનો અભિવાદન સમારંભ પણ યોજાનાર છે.
કમલમ અર્પણવિધિ કાર્યક્રમ અને પ્રદેશ અધ્યક્ષના અભિવાદન સમારંભબાબતે ભાજપ દ્વારા અનેક બેઠકો કરવામાં આવી જેમાં કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા ભાજપ પ્રભારી ધવલભાઈ દવે, ભાજપ પ્રદેશ યુવા મોરચાના પૂર્વ પ્રમુખ ડો. ઋત્વિજભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ. (પ-૧૦)
(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૦ :.. આવતીકાલે બીએસએફના ૬૦ માં સ્થાપના દિવસની ઉજવણી છે. તેમાં કેન્દ્રીય ગળહમંત્રી અમિત શાહ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી બંને ઉપસ્થિત રહેશે. દરમ્યાન બંને મહાનુભાવો આજે ભાવનગરથી મોડી સાંજ બાદ ભુજ આવી અને રાત્રિ રોકાણ અહીં કરશે. આવતી કાલે ૨૧ નવેમ્બરે બીએસએફના સ્થાપના દિવસની ભુજ કેમ્પસમાં ઉજવણી થશે જેમાં યોજાનાર પરેડ સહિતના કાર્યક્રમોમાં આ બંને મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ત્યાર બાદ ભુજ થી મોરબી જવા રવાના થશે. (પ-૧૦)
(11:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
