News of Thursday, 20th November 2025
અમિતભાઈ આજથી ત્રણ દિવસ વતન ગુજરાતના પ્રવાસે: વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમોમાં હાજરી આપશે

ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ આજથી પોતાના વતનની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ આજથી કુલ ૩ દિવસ માટે ગુજરાતના પ્રવાસે રહેશે. આ દરમિયાન તેઓ પોતાના સંસદીય મતવિસ્તાર ગાંધીનગર તેમજ અમદાવાદમાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
અમિતભાઈ શાહની આ મુલાકાત રાજકીય દૃષ્ટિએ પણ મહત્વની માનવામાં આવે છે, કારણ કે તેઓ પક્ષના સ્થાનિક પદાધિકારીઓ અને કાર્યકરો સાથે બેઠકો યોજી શકે છે. રાજ્ય સરકારના મંત્રીઓ અને વહીવટી તંત્ર દ્વારા ગૃહમંત્રીના આગમનને લઈને તમામ તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે.
(9:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
