<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th November 2025

હવે SMS થકી છેતરપિંડી નહીં થાયઃ ટ્રાઈએ નિયમો કડક બનાવ્‍યા

TRAI એ છેતરપિંડીવાળા SMS સંદેશાઓ અટકાવવા માટે નિયમો કડક બનાવ્‍યા :જો કોઈ છેતરપિંડી કરનાર નકલી લિંક મોકલવાનો પ્રયાસ કરે છે, તો સિસ્‍ટમ તરત જ તેને શોધી કાઢશે, અને SMS તમારા સુધી પહોંચશે નહીં

નવી દિલ્‍હી તા.૨૦: તમને ઘણીવાર અજાણી લિક, એપ ડાઉનલોડ વિકલ્‍પ અથવા ફોન નંબર ધરાવતા SMS મળી શકે છે. આવા છેતરપિડીવાળા સંદેશાઓ અટકાવવા માટે, ટેલિકોમ નિયમનકાર TRAI એ નિયમો કડક બનાવ્‍યા છે. વ્‍ય્‍ખ્‍ત્‍ એ બધી ટેલિકોમ કંપનીઓને એક નવો નિર્દેશ જારી કર્યો છે. હવે, SMS મોકલતી વખતે, કંપનીઓએ અગાઉથી સૂચવવું પડશે કે સંદેશના કયા ભાગમાં કઈ માહિતી શામેલ હશે.

ઉદાહરણ તરીકે, જો કોઈ સંદેશમાં લિક હોય, તો તેમણે સૂચવવું પડશે કે તે સ્‍થાન પર લિક દેખાશે. આ નિયમ ટેલિકોમ કંપનીઓ માટે SMS માં મોકલવામાં આવેલી લિક અથવા નંબર વિશ્વસનીય છે કે નહીં તે ઓળખવાનું સરળ બનાવશે. જો કોઈ છેતરપિંડી કરનાર નકલી લિક મોકલવાનો પ્રયાસ કરે છે, તો સિસ્‍ટમ તરત જ તેને શોધી કાઢશે, અને SMS તમારા સુધી પહોંચશે નહીં.

ફોન કોલ્‍સ દ્વારા છેતરપિંડી અટકાવવા માટે, ટ્રાઇએ બુધવારે સેવા અને વ્‍યવહાર સંબંધિત કોલ્‍સ માટે ચોક્કસ ૧૬૦૦ નંબર શ્રેણી અપનાવવાની અંતિમ તારીખ નક્કી કરી. ટ્રાઇએ એક નિવેદનમાં જણાવ્‍યું હતું કે ૧૬૦૦ શ્રેણીનો નિર્દેશ ગ્રાહકનો વિશ્વાસ વધારવા, સ્‍પામને રોકવા અને ફોન કોલ છેતરપિંડી અટકાવવા માટે જારી કરવામાં આવ્‍યો હતો.

૧૬૦૦ નંબર શ્રેણી ટેલિકોમ્‍યુનિકેશન વિભાગ (DoT) દ્વારા બેંકિગ, નાણાકીય સેવાઓ અને વીમા (BPSI) ક્ષેત્રની કંપનીઓ અને સરકારી સંસ્‍થાઓને સોંપવામાં આવી છે. તેનો હેતુ તેમના સેવા અને વ્‍યવહાર કોલને અન્‍ય કોમર્શિયલ કોલ્‍સથી સરળતાથી અલગ પાડવાનો છે.

વાણિજ્‍યિક બેંકોઃ ૧ જાન્‍યુઆરી

MF અને AMC: ૧૫ ફેબ્રુઆરી

NBFC, ચુકવણી બેંકો અને નાની નાણાકીય બેંકોઃ ૧ ફેબ્રુઆરી

CRA અને પેન્‍શન ફંડ મેનેજરોઃ ૧૫ ફેબ્રુઆરી

સ્‍ટોકબ્રોકર્સ (QSBs): ૧૫ માર્ચ

(1:28 PM IST)