ઈમરાન ખાનનું જેલમાં મોત? 3:12 PM
ચીનની ગંદી ચાલ : ‘ઓપરેશન સિંદુર' વખતે પાકિસ્તાન ભારત ઉપર ભારે પડયું : ગપગોળા ઝીંકયા
અમેરિકી રિપોર્ટ : કોંગ્રેસના જયરામ રમેશે સત્ય બહાર લાવવા જણાવ્યું

નવી દિલ્હી, તા.૨૦: એક યુએસ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મે ૨૦૨૫માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા ચાર દિવસના યુદ્ધ (ઓપરેશન સિંદૂર)માં પાકિસ્તાને મોટી લશ્કરી સફળતા મેળવી હતી.
આ રિપોર્ટમાં પહેલગામ હુમલાને આતંકવાદી હુમલો નહીં પણ ‘બળવાખોર હુમલો' પણ ગણવામાં આવ્યો છે. આ ૮૦૦ પાનાનો રિપોર્ટ યુએસ-ચીન આર્થિક અને સુરક્ષા સમીક્ષા કમિશન (USCC) દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો.
કોંગ્રેસના નેતા જયરામ રમેશે આ રિપોર્ટ સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે અને તેના પર પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે પૂછયું, શું વડાપ્રધાન અને વિદેશ મંત્રાલય પોતાનો વાંધો અને વિરોધ નોંધાવશે? આપણી રાજદ્વારીને વધુ એક મોટો આંચકો લાગ્યો છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે પાકિસ્તાને રાફેલ જેટ સહિત ઓછામાં ઓછા છ ભારતીય ફાઇટર જેટ તોડી પાડવાનો દાવો કર્યો હતો. આનાથી રાફેલની છબીને નુકસાન થયું. રિપોર્ટમાં જણાવાયું છે કે ખરેખર ફક્ત ત્રણ ભારતીય વિમાનોને તોડી પાડવામાં આવ્યા હતા.
USCC જણાવે છે કે ચીને ભારત-પાકિસ્તાન યુદ્ધનો ઉપયોગ જીવંત યુદ્ધમાં તેના આધુનિક શષાોનું પરીક્ષણ કરવા અને તેમને વિશ્વને પ્રદર્શિત કરવા માટે કર્યો હતો.
સંઘર્ષ પછી, વિશ્વભરના ચીની દૂતાવાસોએ તેના શષાોની પ્રશંસા કરી અને કહ્યું કે પાકિસ્તાને ભારતીય ફાઇટર જેટને તોડી પાડવા માટે તેનો ઉપયોગ કર્યો હતો.
ભારત-પાકિસ્તાન સંઘર્ષના પાંચ મહિના પછી, ચીને ઇન્ડોનેશિયાને રૂ.૭૫,૦૦૦ કરોડમાં ૪૨ થ્-૧૦ઘ્ ફાઇટર જેટ વેચવાનો સોદો કર્યો.
રિપોર્ટ મુજબ, પાકિસ્તાને આ સંઘર્ષમાં ચીન પાસેથી મેળવેલા શષાોનો ઉપયોગ કર્યો અને વિશ્વ સમક્ષ પોતાનો લશ્કરી ફાયદો દર્શાવ્યો. તેમાં જણાવાયું છે કે પાકિસ્તાને ચીનની HQ-૯ એર ડિફેન્સ સિસ્ટમ, PL-૧૫ મિસાઇલો અને J-૧૦ ફાઇટર જેટનો ઉપયોગ કર્યો હતો.
ભારતનો દાવો છે કે આ સમયગાળા દરમિયાન પાકિસ્તાનને ચીન પાસેથી ગુપ્ત માહિતી પણ મળી હતી. જોકે, પાકિસ્તાન આ વાતનો ઇનકાર કરે છે અને ચીન આ બાબતે મૌન રહ્યું છે. રિપોર્ટ મુજબ, ૨૦૧૯-૨૦૨૩ વચ્ચે પાકિસ્તાનના ૮૨% શષાો ચીનથી આવ્યા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
