તા. ૧૩ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૧ શુક્રવાર
સંદીપ પ્રધાન 'સેબી'ના પૂર્ણ સમયના સભ્ય તરીકે નિયુક્ત
૧૯૯૦ બેચના આઈઆરએસ અધિકારી સંદીપ પ્રધાનને ત્રણ વર્ષ માટે પૂર્ણ સમયના સભ્ય (હોલ ટાઈમ મેમ્બર) તરીકે નિયુક્ત કરાયા

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)માં મહત્વની નિયુક્તિ કરવામાં આવી છે. ૧૯૯૦ બેચના આઈઆરએસ અધિકારી સંદીપ પ્રધાનને ત્રણ વર્ષ માટે પૂર્ણ સમયના સભ્ય (હોલ ટાઈમ મેમ્બર) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ભારતીય શેરબજાર અને નાણાકીય નિયમનકારી સંસ્થા 'સેબી'ના બોર્ડને વધુ મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકારે વરિષ્ઠ અધિકારી સંદીપ પ્રધાનની નિમણૂક કરી છે. તેઓ ૧૯૯૦ની બેચના ઇન્ડિયન રેવન્યુ સર્વિસ (આઈઆરએસ - ઇન્કમ ટેક્સ)ના અધિકારી છે.
તેમનો કાર્યકાળ પદભાર સંભાળ્યાની તારીખથી ત્રણ વર્ષ સુધીનો રહેશે અથવા આગળના આદેશો સુધી, જે વહેલું હોય તે માન્ય ગણાશે. સંદીપ પ્રધાન અગાઉ પણ વિવિધ મહત્વના હોદ્દાઓ પર કામ કરી ચૂક્યા છે અને તેમનો બહોળો અનુભવ સેબીની કામગીરીમાં અને રોકાણકારોના હિતોના રક્ષણમાં ઉપયોગી થશે તેમ માનવામાં આવે છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
