<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st November 2025

ભારે કરી! સાત ફેરા લીધા, ડીજે પર મન મૂકીને ડાન્‍સ કર્યો, વિદાયનો સમય આવ્‍યો તો દુલ્‍હન ગાયબ

દુલ્‍હન કથિત રીતે પોતાના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ

બારાબંકી,તા.૨૧: ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્‍લામાંથી ચોંકાવનારો કિસ્‍સો સામે આવ્‍યો છે. જ્‍યાં લગ્નની તમામ રસમો પૂરી થયા બાદ વિદાયની ઠીક પહેલા દુલ્‍હન રહસ્‍યમયી રીતે ગાયબ થઈ ગઈ હતી. કેટલાય કલાકો સુધી શોધખોળ કર્યા બાદ જ્‍યારે તેનો કોઈ પત્તો લાગ્‍યો નહીં, મજબૂરીમાં વરરાજાને દુલ્‍હન લીધા વિના પાછા જવું પડ્‍યું. વર પક્ષે કન્‍યા પક્ષ વિરુદ્ધ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, આ મામલો શહેર કોતવાલી વિસ્‍તારના બંકી ફળિયાનો છે. અહીંના રહેવાસી બંશીલાલ ગૌતમની દીકરી પલ્‍લવીના લગ્ન ઘુંઘટેર વિસ્‍તારના રહેવાસી સુનીલ ગૌતમ સાથે નક્કી થયા હતા. મંગળવાર રાતે ધૂમધામથી જાન આવી પહોંચી. જાનૈયાનું સ્‍વાગત થયું. દ્વારપૂજાની રસમ પૂરી કરી અને મોડી રાતે સાત ફેરા સાથે વિવાહ સંપન્ન થયા. વરમાળા બાદ વર અને કન્‍યાએ ખૂબ ડાન્‍સ પણ કર્યો.

વરરાજાના જણાવ્‍યા અનુસાર, લગ્નમાં કોઈ કમી ન રહે, એટલા માટે તેમણે પોતાના ત્રણ વીઘાની જમીન ૧.૬૦ લાખ રૂપિયામાં ગિરવી મૂકીને દુલ્‍હન માટે દાગીના બનાવ્‍યા હતા. લગભગ ૯૦ જાનૈયા અને ૧૧ ગાડીમાં જાન લઈને આવ્‍યા હતા.

બુધવાર સવારે જેવી વિદાયની તૈયારી શરુ થઈ, પરિવારે જોયું તો દુલ્‍હન પોતાના રૂમમાં હતી નહીં. પરિવારના લોકોને શરુઆતમાં લાગ્‍યું કે તે ક્‍યાંય આજુબાજુમાં હશે. પણ શોધખોળ કરતા બપોર સુધી કોઈ પત્તો લાગ્‍યો નહીં. તેનાથી પરિવારના લોકોમાં હડકંપ મચી ગયો.

ભારે શોધખોળ કર્યા બાદ એવી વાત સામે આવી કે દુલ્‍હન કથિત રીતે પોતાના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ છે. આશંકા છે કે લગ્ન પૂરી થયા બાદ દુલ્‍હનને જેવો મોકો મળ્‍યો કે તે પ્રેમી સાથે ભાગી ગઈ, આ માટે તેણે અગાઉથી જ પ્‍લાન બનાવી રાખ્‍યો હતો. હાલમાં આ ઘટના બાદ તપાસ ચાલી રહી છે. 

 

(9:53 AM IST)