<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st November 2025

અઘરી નોટઃ પરીક્ષા આપવા ગયેલો યુવક જવાબની જગ્‍યાએ પોતાની લવ સ્‍ટોરી લખીને આવ્‍યો

મુંગેર યુનિવર્સિટીની કોલેજ એક્‍ઝામમાં જ એક વિદ્યાર્થીએ એવો કાંડ કરી નાખ્‍યો છે, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ

મુંગેર,તા.૨૧: બિહારની પરીક્ષાઓ હંમેશાઓ મીમ મટેરિયલ આપતી રહે છે. ઘણી વાર બોર્ડ્‍સના પેપરમાં લોકો મજેદાર વાતો લખીને આવતા રહેતા હોય છે. તેને ચેક કરનારા ટીચર્સ શેર કરી દેતા હોય છે, જ્‍યાંથી તે વાયરલ થઈ જાય છે. પણ આ વખતે મુંગેર યુનિવર્સિટીની કોલેજ એક્‍ઝામમાં જ એક વિદ્યાર્થીએ એવો કાંડ કરી નાખ્‍યો છે, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.

બીએ પાર્ટ-૩ની ચાલી રહેલી પરીક્ષામાં એક સ્‍ટૂડેંન્‍ટે આંસર શીટને લવ લેટરધાર્મિક ડાયરીૅમાર્ક્‍સ માંગ પત્ર બનાવી દીધું છે,જેને ચેક કરનારા ટિચર પહેલા તો હસતા રહ્યા, પણ ગુસ્‍સે થયા. બાદમાં તેને સોશિયલ મીડિયા પર શેર કરી દીધું. એક્‍ઝામ કરનારાને માર્ક્‍સ નહીં પણ ઓસ્‍કર આપવો પડે. વાયરલ આન્‍સર શીટનો ફોટો એક્‍સ, ફેસબુક અને વોટ્‍સએપ પર આગની માફક ફેલાઈ રહ્યો છે.

પોતાની આંસર શીટના પહેલા પેજ પર છોકરો એકદમ સીરિયસ દેખાઈ રહ્યો છે. તેણે બધા જવાબ સાચા સાચા લખ્‍યા છે. આ વિદ્યાર્થિની હેંડરાઈટિગ પણ સારા હતા. મતલબ કોપી એવી હતી કે લાગે કોઈ હોંશિયાર વિદ્યાર્થી પરીક્ષા આ પી રહ્યો છે. પણ બીજા જ પેજ પર બધું બદલાઈ ગયું. જેવું બીજું પેજ ખુલ્‍યું, સ્‍ટૂડન્‍ટે ઘોષણા કરી કે તે આ પાનામાં કંઈ નહીં લખે. ત્‍યાર બાદ તો વિદ્યાર્થીએ હદ કરી નાખી. દરેક પાના પર તેણે એવી વાત લખી કે ટીચર પણ બેભાન થતા થતા રહી ગયા. કેટલાય પાના પર તેણે ખાલી જય શ્રી રામના નારા લખી આન્‍સર શીટ ભરી દીધી. તેનાથી પણ મન ન ભરાયું તો તેણે પોતાની લવ સ્‍ટોરી લખી નાખી.

વિદ્યાર્થીએ ત્રીજા પાનાથી લઈને દરેક પાના પર લગભગ ૫૦ વાર જયશ્રી રામના નારા લખ્‍યા. ત્‍યાર બાદ અસલી ધમાકો કર્યો. છાત્રની પ્રેમિકાનું નામ પાયલ જણાવ્‍યું. તેણે આન્‍સર શીટને જ લવ લેટર બનાવી દીધો. તેણે પોતાની આન્‍સર શીટમાં પ્રપોઝ કર્યું. એક પાનામાં તેણે ટીચરને ટોટલ ૩૧૬ માર્ક્‍સ આપવાની રિક્‍વેસ્‍ટ કરી. ત્‍યાર બાદ તેણે બધા પાના એવા બર્બાદ કર્યા. જ્‍યારે આ આન્‍સર શીટ ઈવૈલ્‍યૂએટર સર પાસે પહોંચી તો તેઓ હસતા હસતા ખુરશી પર પડતા રહી ગયા. પછી ગુસ્‍સે થયા. પાછા હસવા લાગ્‍યા. કોલેજના વોટ્‍સએપ ગ્રુપમાં ફોટો નાખતા જ આખા વિભાગમાં હોબાળો મચી ગયો. પણ લોકોને તે ખૂબ જ મજેદાર લાગ્‍યું. ભલે વિદ્યાર્થી ફેલ થઈ ગયો, પણ તેણે પોતાની કલાકારીથી બધાને હસાવી દીધા.

 

(9:53 AM IST)