<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st November 2025

દેશના ૨૦ રાજ્‍યોમાં ભાજપ અથવા NDAની સરકારઃ ગુજરાતમાં તો ૩૦ વર્ષથી

ગુજરાત, મધ્‍ય પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા રાજ્‍યોમાં લાંબા સમયથી ભાજપની સરકાર છે.

નવી દિલ્‍હી,તા.૨૧: બિહારમાં નીતીશ કુમારના નેતૃત્‍વમાં નવી સરકારે શપથ લીધા છે. બિહારમાં મહાગઠબંધનના લગભગ ત્રણ વર્ષના બે કાર્યકાળને બાદ કરવામાં આવે તો ૨૦૦૫થી લગભગ ૧૭ વર્ષથી અહીં NDAની સરકાર છે. પરંતુ શું તમે જાણો છો કે, દેશમાં ઘણા એવા રાજ્‍યો છે, જ્‍યાં ૨૦થી ૨૫ વર્ષથી વધુ સમયથી ભાજપની સરકાર સત્તામાં છે. દેશમાં ૨૦ એવા રાજ્‍યો છે, જ્‍યાં ભાજપ અથવા તેના સમર્થનવાળી NDAની સરકારો છે. ભાજપનો અજેય ગઢ બની ચૂકેલા ગુજરાતમાં તો ૩૦ વર્ષથી ભગવા પક્ષની સરકાર છે. ૧૯૯૫માં કેશુભાઈ પટેલે સત્તા સંભાળ્‍યા પછી ત્‍યાં ભાજપનું કમળ ક્‍યારેય મુરઝાયું નથી. વડાપ્રધાન બનતા પહેલા નરેન્‍દ્ર મોદી વર્ષ ૨૦૦૧થી ૨૦૧૪ સુધી ગુજરાતના મુખ્‍યમંત્રી રહ્યા.

ગુજરાતમાં ૧૯૯૫થી ખીલ્‍યું છે કમળ

ગુજરાતમાં લગભગ ૩૦ વર્ષથી ભાજપની સરકાર છે. આ દરમિયાન કેશુભાઈ પટેલ, સુરેશ મહેતા, શંકરસિહ વાઘેલા અને દિલીપ પરીખ ૧૯૯૫થી ૧૯૯૮ની વચ્‍ચે સીએમ રહ્યા હતા. પછી ૧૯૯૮માં ફરી ચૂંટણીમાં કેશુભાઈ સીએમ બન્‍યા. વર્ષ ૨૦૦૧માં નરેન્‍દ્ર મોદીએ ગુજરાતમાં મુખ્‍યમંત્રીનું પદ સંભાળ્‍યું. ૨૦૧૪ પછી વર્ષ ૨૦૨૨માં તો ભાજપે બધા રેકોર્ડ તોડીને ૧૫૬ બેઠકો સાથે ચૂંટણી જીતી હતી. મોદી બાદ આનંદીબેન પટેલ, વિજય રૂપાણી અને હવે ભૂપેન્‍દ્ર પટેલ સીએમ છે.

MPમાં ૨૦ વર્ષથી ભાજપ

મધ્‍ય પ્રદેશમાં ૧૫ મહિનાનો સમયગાળો છોડી દઈએ તો ૨૦ વર્ષથી વધુ સમયથી (વચ્‍ચે ૧૫ મહિના કોંગ્રેસ ૨૦૧૮-૨૦૨૦) ભાજપની સરકાર છે. આમાં શિવરાજ સિહ ચૌહાણથી લઈને મોહન યાદવનો કાર્યકાળ સામેલ છે.

હરિયાણામાં BJPની હેટ્રિક

હરિયાણામાં પણ ૨૦૧૪થી ભાજપની સરકાર છે. અહીં પહેલા મનોહર લાલ ખટ્ટર અને પછી નાયબ સૈનીએ મુખ્‍યમંત્રી પદ સંભાળ્‍યું છે. આ પહેલીવાર છે જ્‍યારે હરિયાણામાં સતત ત્રીજી વખત ભાજપે ચૂંટણી જીતી છે.

ઉત્તર પ્રદેશમાં ૨૦૧૭થી સરકાર

લોકસભા ચૂંટણી ૨૦૧૪ના ત્રણ વર્ષ પછી યોજાયેલી UP ચૂંટણીમાં સપાને સત્તા પરથી હટાવીને ભાજપે પ્રચંડ બહુમતીથી સરકાર બનાવી હતી અને ત્‍યારથી યોગી આદિત્‍યનાથે ત્‍યાંની સત્તા સંભાળી છે.

વિપક્ષ શાસિત રાજ્‍યો, પુડુચેરી, જમ્‍મુ અને કાશ્‍મીર, કર્ણાટક, તમિલનાડુ, કેરળ, પંજાબ, તેલંગાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ

(10:30 AM IST)