News of Friday, 21st November 2025
અમિતભાઇ શાહ મોરબીમાં : ભાજપ કાર્યાલયનું ઉદઘાટનઃ જગદીશ વિશ્વકર્માનું સન્માન
બપોર બાદ આગમન : કેન્દ્રીય ગૃહમંત્રીને મોરબીમાં આવકારતા ભાજપના આગેવાનો, કાર્યકરો, નગરજનો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા., ૨૧ : કેન્દ્રીય ગળહમંત્રી અમિતભાઇ શાહ આજે મોરબી આવી રહ્યા છે. તેઓના હસ્તે મોરબીમાં ભાજપના નવા બનેલા કાર્યાલય કમલમનો ઉદઘાટન સમારોહ યોજાશે. આ વેળાએ નવા પ્રદેશ પ્રમુખનો સન્માન સમારોહ પણ યોજાનાર છે.
આજે તારીખ ૨૧ નવેમ્બરના રોજ કેન્દ્રીય ગળહ મંત્રી અમિતભાઈ શાહના હસ્તે મોરબીમાં કમલમ કાર્યાલયનું ઉદઘાટન થનાર છે અને નવનિયુક્ત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માનો અભિવાદન સમારંભ પણ યોજાનાર છે.
કમલમ અર્પણવિધિ કાર્યક્રમ અને પ્રદેશ અધ્યક્ષના અભિવાદન સમારંભ બાબતે ભાજપ દ્વારા અનેક બેઠકો કરવામાં આવી જેમાં કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા ભાજપ પ્રભારી ધવલભાઈ દવે, ભાજપ પ્રદેશ યુવા મોરચાના પૂર્વ પ્રમુખ ડો. ઋત્વિજભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ.
બપોરે ર.૩૦ વાગ્યે સકત શનાળા મોરબી ખાતે આ કાર્યક્રમ યોજાયો છે. (૪.૪)
(11:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
