<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd November 2025

જ્‍યોતિર્લિંગ ઓમકારેશ્વર ઉજ્જૈનથી હેલીકોપ્‍ટર સેવાથી જોડાયું

ઓમકારેશ્વર અને ઉજ્જૈન વચ્‍ચે મુસાફરીનો સમય ઘટાડશેઃ હેલીકોપ્‍ટર સેવા માટે રૂપિયા ૬૫૦૦ રૂપિયા ચુકવવા પડશેઃ શ્રધ્‍ધાળુઓ એક જ દિવસમાં બે જ્‍યોતિર્લિંગના દર્શન કરી શકશે

ઉજ્જૈન,તા.૨૨: દેશમાં ભગવાન શિવના બાર જ્‍યોતિર્લિંગોમાંનું ચોથું અને મધ્‍યપ્રદેશમાં સ્‍થિત શ્રી ઓમકારેશ્વર જ્‍યોતિર્લિંગ હેલીકોપ્‍ટર સેવાથી સાથે જોડાયું છે. જેમાં હવે ઓમકારેશ્વરના દર્શને આવતા શ્રધ્‍ધાળુઓ ઉજ્જૈનથી હવાઈ માર્ગે સીધા ઓમકારેશ્વરના દર્શન માટે જઈ શકશે. ઉજ્જૈનથી ઓમકારેશ્વર સુધીની હેલીકોપ્‍ટર સેવા એક ખાનગી કંપનીએ શરુ કરી છે. જેની માટે શ્રધ્‍ધાળુઓએ રૂપિયા ૬૫૦૦ રૂપિયા ચુકવવા પડશે.

આ અંગે પીએમ શ્રી હેલી પર્યટન સેવા શરૂ થઈ છે. મધ્‍ય પ્રદેશમાં ભગવાન શિવના બે જ્‍યોતિર્લિંગ, મહાકાલેશ્વર અને ઓમકારેશ્વરને કારણે દેશભરમાં એક ખાસ ઓળખ ધરાવે છે. તેના દર્શન માટે દેશભરમાંથી મોટી સંખ્‍યામાં શ્રધ્‍ધાળુઓ વર્ષ દરમિયાન આ સ્‍થળની મુલાકાત લે છે. શ્રધ્‍ધાળુઓની વધતી સંખ્‍યાને ધ્‍યાનમાં રાખીને સરકારે આ સુવિધા શરૂ કરી છે. જેના લીધે શ્રધ્‍ધાળુઓ એક જ દિવસમાં બે જ્‍યોતિર્લિગના દર્શન કરી શકશે.

આ પ્રસંગે ભાજપના સાંસદ જ્ઞાનેશ્વર પાટીલે જણાવ્‍યું હતું કે, મધ્‍યપ્રદેશના લોકો ખૂબ જ ભાગ્‍યશાળી છે કે તેમને બે જ્‍યોતિર્લિગ બાબા મહાકાલ અને બાબા ઓમકારેશ્વરની સેવા કરવાની તક મળી છે. તેમજ આ સુવિધા અંગે શ્રધ્‍ધાળુઓએ આનંદ વ્‍યક્‍ત કરતા કહ્યું કે સરકાર દ્વારા શરૂ કરાયેલી આ સેવા ધાર્મિક પર્યટનને પ્રોત્‍સાહન આપશે અને ઓમકારેશ્વર અને ઉજ્જૈન વચ્‍ચે મુસાફરીનો સમય ઘટાડશે. આ સેવા એવા લોકો માટે મહત્‍વપૂર્ણ છે જેઓ વૃદ્ધ છે અથવા મુસાફરી કરવામાં અસમર્થ છે.

(10:01 AM IST)