<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd November 2025

ભારતમાં ૩૦% મહિલાઓ પાર્ટનર દ્વારા જાતીય હિંસાનો ભોગ બને છે

વિશ્વમાં પ્રત્‍યેક ત્રણ પૈકી એક એટલે કે ૮.૪૦ કરોડ મહિલાઓ પોતાના પાર્ટનરની હિંસાનો ભોગ બને છે

નવી દિલ્‍હી,તા.૨૨:  ૨૦૨૩ના વર્ષ દરમ્‍યાન ભારતમાં ૧૫ થી ૪૯ વર્ષ વચ્‍ચેની પ્રત્‍યેક પાંચ પૈકી એક મહિલા પોતાના પાર્ટનરની જાતિય હિસાનો ભોગ બની હતી, જ્‍યારે ૩૦ ટકા મહિલાઓ પોતાના સમગ્ર જીવન દરમ્‍યાન પોતાના જ પાર્ટનરની જાતિય હિસાનો ભોગ બને છે એમ વર્લ્‍ડ હેલ્‍થ ઓર્ગેનાઇઝેશન (WHO) દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટમાં દાવો કરાયો છે.

આ રિપોર્ટમાં સમગ્ર વિશ્વની મહિલાઓ ઉપર ગુજારાતા અત્‍યાચાર વિશે કહેવામાં આવ્‍યું છે કે વિશ્વમાં પ્રત્‍યેક ત્રણ મહિલાઓ પૈકી એક એટલે કે ૮.૪૦ કરોડ મહિલાઓ પોતાના જ પાર્ટનર દ્વારા આચરવામાં આવતી ક્રુર હિસાનો ભોગ બને છે, અને આઘાતજનક બાબત તો એ છે કે ૨૦૦૦ની સાલમાં પણ સમાન આંકડા નોંધાયા હતા તેમાં સહેજપણ ઘટાડો નોંધાયો નથી.

રિપોર્ટમાં મૂકવામાં આવેલા અંદાજમાં એવો પણ દાવો કરાયો છે કે સમગ્ર વિશ્વમાં ૧૫ થી ૪૯ વર્ષ વચ્‍ચેની ૮.૪ ટકા મહિલાઓ પોતાનો પાર્ટનર ના હોય એવી વ્‍યક્‍તિઓ દ્વારા આચરવામાં આવેલી જાતિય હિસાનો શિકાર બની છે. ભારતમાં ૧૫ કે તેથી વધુ વર્ષની ૪ ટકા મહિલાઓ પણ પોતાનો પાર્ટનર ના હોય એવી વ્‍યક્‍તિની જાતિય હિંસાનો ભોગ બની છે.

(10:02 AM IST)