<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd November 2025

ખાદ્યચીજો પાછળ લોકોનો મહિનાનો સરેરાશ ખર્ચ ૫૦ ટકાથી ઓછો

અનેક ઘરોમાં મોબાઈલ ફોને ટીવીનું સ્‍થાન લઈ લીધું : ડ્‍યૂરેબલ્‍સ પર દર મહિનાનો માથાદીઠ ખર્ચ (MPCE) ગ્રામીણ અને શહેરી બન્ને વિસ્‍તારોમાં વધ્‍યો

નવી દિલ્‍હી,તા.૨૨: વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના એક વર્કિગ પેપરના તારણ મુજબ દેશમાં લોકો તેમના દર મહિનાના ઘરખર્ચ પેટે નોન-ફૂડ સ્‍પેન્‍ડિંગ વધારી રહ્યાછે. કન્‍ઝ્‍યુમેબલ્‍સ અને સર્વિસીઝ તથા ડ્‍યૂરેબલ ગુડ્‍ઝ પર વધારે ખર્ચ કરી રહ્યા છે. આ વર્કિગ પેપર શુક્રવારે રજૂ કરવામાં આવ્‍યું છે. આ પેપર મુજબ ડડ્‍યૂરેબલ્‍સ પર દર મહિનાનો માથાદીઠ ખર્ચ (MPCE) ગ્રામીણ અને શહેરી બન્ને વિસ્‍તારોમાં વધ્‍યો છે. ઘણાં રાજ્‍યોમાં ગ્રામીણ ખર્ચ શહેરી વિસ્‍તારોના ખર્ચ કરતાં પણ વધારે જોવા મળ્‍યો છે. એબ્‍સોલ્‍યૂટ ટર્મ (રૂપિયા) માં તમામ રાજ્‍યો અને સેક્‍ટરમાં ખર્ચ વધ્‍યો છે. સરેરાશ શહેરી ઘરોમાં વધારે ખર્ચ જોવાયો છે.

અને ત્રણ કમ્‍પોનન્‍ટ્‍સ-ખાદ્ય ચીજો, કન્‍ઝ્‍યુમેબલ્‍સ-સર્વિસીઝ, ડડ્‍યૂરેબલ ગુડ્‍ઝ-પૈકી ખાદ્યચીજો પાછળનો ખર્ચ ૫૦ ટકાથી ઓછો જોવા મળ્‍યો છે. મોટાભાગના ઘરોના ખર્ચમાં કન્‍ઝ્‍યુમેબલ્‍સ અને સર્વિસીઝ અને ડ્‍યૂરેબલ્‍સ (વાહનો અને ઘરમાં ઉપયોગી અન્‍ય વસ્‍તુઓ)માં નોન-ફૂડ સ્‍પેન્‍ડિંગ વધ્‍યું છે. શહેરી વિસ્‍તારમાં કન્‍ઝ્‍યુમેબલ્‍સ અને સર્વિસીઝમાં સૌથી વધુ ખર્ચ જોવા મળ્‍યો છે.

મોબાઈલ ફોનનો વપરાશ અને ખરીદીમાં તમામ સ્‍તર પર વધારો થયો છે. ગ્રામીણ હોય કે શહેરી નાગરિક, તમામને મોબાઈલ એક્‍સેસ જોવા મળ્‍યું છેજેદર્શાવે છે કે ઈન્‍ટર-કનેક્‍ટેડનેસ વધી છે. પરવડે તેવી કિમત અને ઝડપી નેટવર્ક કનેક્‍ટિવિટીને કારણે મોબાઈલ ફોન માહિતી, મનોરંજન અને કમ્‍યૂનિકેશન માટે પસંદગીના સાધન તરીકે ઊભરી રહ્યો છે. બીજી તરફ ટીવીની ખરીદી અનેક રાજ્‍યોમાં ઘટી છે જે દર્શાવે છે કે ઘણાં ઘરોમાં મોબાઈલ ફોને ટીવીનું સ્‍થાન લઈ લીધું છે. લેપટોપ/પર્સનલ કમ્‍પ્‍યૂટર (PC)નો ગ્રોથ ધીમો છે અને કેટલાક ઘરોમાં જ જોવા મળ્‍યો છે. કાર ખરીદવાનું પ્રમાણ સૌથી ઝડપી ગતિએ વધી રહ્યું છે.

(10:04 AM IST)