<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd November 2025

બાંગ્લાદેશમના ભીષણ ભૂકંપમાં મૃત્યુઆંક ૧૦ પર પહોંચ્યો, ૪૫૦ લોકો ઈજાગ્રસ્ત: અનેક ઈમારતોમાં તિરાડો: દિવાલો ધરાશાયી

બાંગ્લાદેશમાં આવેલા શક્તિશાળી ભૂકંપને કારણે ભારે તબાહી સર્જાઈ છે, જેમાં અત્યાર સુધીમાં ૧૦ લોકોના મોત થયાના અહેવાલ છે અને અનેક ઈમારતોને નુકસાન થયું છે.

શુક્રવારે સવારે બાંગ્લાદેશમાં ૫.૭ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો, જેનું કેન્દ્રબિંદુ નરસિંગદી વિસ્તારમાં હતું. સત્તાવાર માહિતી મુજબ, આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૧૦ લોકોના મોત નિપજ્યા છે, જેમાં નરસિંગદીમાં ૫, ઢાકામાં ૪ અને નારાયણગંજમાં ૧ વ્યક્તિનું મૃત્યુ થયું છે. ભૂકંપના કારણે અનેક ઈમારતોમાં તિરાડો પડી ગઈ હતી અને દિવાલો ધરાશાયી થવાની ઘટનાઓ બની હતી. ગભરાયેલા લોકો ઘરો અને ફેક્ટરીઓમાંથી બહાર દોડી આવ્યા હતા, જેના કારણે નાસભાગમાં પણ ઘણા લોકોને ઈજાઓ પહોંચી છે. કુલ ૪૫૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. આ આંચકા ભારતના પશ્ચિમ બંગાળ અને ઈશાન રાજ્યોમાં પણ અનુભવાયા હતા.

 

(10:07 AM IST)