હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભારતીય ન્યાયતંત્રમાં ઐતિહાસિક ક્ષણ: ભારતના ચીફ જસ્ટિસપદે સોમવારે જસ્ટિસ સૂર્યકાંતના શપથ ગ્રહણ સમારોહમાં ભૂટાન, કેન્યા, મલેશિયા, મોરેશિયસ સહિતના દેશોના ચીફ જસ્ટિસો હાજરી આપશે

દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ સૂર્યકાંત સોમવારે તા. ૨૪ નવેમ્બરના રોજ શપથ લેશે, આ સમારોહમાં પ્રથમ વખત વિવિધ દેશોના મુખ્ય ન્યાયાધીશો અને ન્યાયમૂર્તિઓ સાક્ષી બનશે.
સોમવાર, ૨૪ નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાનારા એક ભવ્ય સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ જસ્ટિસ સૂર્યકાંતને ભારતના મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ) તરીકે શપથ લેવડાવશે. આ પ્રસંગ ભારતીય ન્યાયિક ઈતિહાસમાં વિશેષ બની રહેશે કારણ કે પ્રથમ વખત અન્ય દેશોના ન્યાયાધીશોને આ સમારોહમાં આમંત્રિત કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ, આ શપથ વિધિમાં હાજરી આપવા માટે ભૂતાનના ચીફ જસ્ટિસ લ્યોનપો નોર્બુ શેરિંગ, કેન્યાના ચીફ જસ્ટિસ માર્થા કૂમ, મોરેશિયસના ચીફ જસ્ટિસ બીબી રેહાના મુંગલી-ગુલબુલ અને મલેશિયાની ફેડરલ કોર્ટના જજ તાન શ્રી દાતુક નલિની પથ્મનાથન ભારત આવી રહ્યા છે. જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ બી.આર. ગવઈ બાદ દેશના સર્વોચ્ચ ન્યાયિક પદ પર બિરાજશે. તેઓ ફેબ્રુઆરી ૨૦૨૭ સુધી આ પદ પર રહેશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
