<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd November 2025

મુખ્‍યમંત્રીનું હિરાસર એરપોર્ટ ખાતે ઉષ્‍માભર્યું સ્‍વાગત કરાયું

રાજકોટ : મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઇ  પટેલ આજે રાજકોટ ઇન્‍ટરનેશનલ એરપોર્ટ ખાતે આવી પહોંચ્‍યા હતા.ઇન્‍ટરનેશનલ એરપોર્ટ ખાતે મુખ્‍યમંત્રીનું રાજયના કળષિ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણી,  કલેકટર ઓમપ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનન્‍દુ સુરેશ ગોવીંદ, મ્‍યુનિસીપલ કમિશનર તુષાર સુમેરા, નગરપાલીકાઓના  પ્રાદેશિક  નિયામક મહેશકુમાર જાની, અધિક પોલીસ કમિશનર મહેન્‍દ્ર બગડીયા  તથા પ્રાંત અધિકારી મહેક જૈન વગેરેએ પુષ્‍પગુચ્‍છ આપી ઉષ્‍માસભર સ્‍વાગત કર્યુ હતું. રાજકોટ ખાતે મુખ્‍યમંત્રીશ્રી   રાજકોટ મહાનગરપાલિકાના રૂ.૫૪૫ કરોડના વિવિધ વિકાસકાર્યોના ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત  કર્યા હતા.

 

 

(3:15 PM IST)