News of Saturday, 22nd November 2025
આઝાદી પૂર્વેના રાજકોટની મોર્ડન સીટી બનવા સુધીની સફરઃ વિકાસ યશોગાથા પ્રદર્શન ખુલ્લુ મુકતા ભુપેન્દ્રભાઇ પટેલ
રાજકોટના ભવ્ય ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યકાળની વિકાસ પ્રક્રિયાના સાક્ષી બનવા પ્રદર્શન નિહાળવા ખાસ અનુરોધ કરતા મુખ્યમંત્રીઃ રેસકોર્ષની આર્ટગેલેરીમાં અલગ-અલગ છ વિભાગ બનાવ્યા

પ્રદર્શન કમ એકઝીબીશનની મુકતકંઠે પ્રશંસા કરતા મુખ્યમંત્રીઃ અધિકારીઓની પીઠ થાબડી : રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા ડો. શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી રેસકોર્ષ ખાતે ‘રાજકોટની શહેરી વિકાસ યાત્રા-૨૦ વર્ષની યશોગાથા' - પ્રદર્શનનું આજરોજ તા.૨૨ ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન આગામી તા. ૨૧ સુધી દરરોજ સવારે ૧૦:૦૦ વાગ્યા થી રાત્રીના ૧૦:૦૦ વાગ્યા સુધી શહેરીજનો નિહાળી શકશે. આ અવસરે રાજકોટ શહેરના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી, રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, સાંસદ રામભાઈ મોકરિયા, ધારાસભ્યશ્રીઓ ઉદયભાઈ કાનગડ, ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા અને ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, મહામંત્રીશ્રીઓ અશ્વિનભાઈ મોલીયા અને વિરેન્દ્રસિંહ ઝાલા, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ અને શાસક પક્ષના દંડક મનીષભાઈ રાડીયા તેમજ રાજુભાઈ ધ્રુવ, નાયબ કમિશનર ચેતન નંદાણી અને સમીર ધડુક તથા અન્ય અધિકારીશ્રીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.(તસ્વીરઃ અભીજીત બગથરીયા)
રાજકોટ, તા. રરઃ રેસકોર્ષની આર્ટગેલેરીમાં આઝાદી પૂર્વના રાજકોટની મોર્ડન સીટી બનવા સુધીની સફર, રાજકોટ શહેરી વિકાસ યાત્રા-ર૦ ર્વાની યશોગાથાના ઐતિહાસીક હેરીટેજ પ્રદર્શનનો ભવ્ય પ્રારંભ આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો અને ભુપેન્દ્રભાઇ પટેલે પ્રદર્શનની નિહાળી મનપા તંત્રની પીઠ થાબડી હતી.
આઝાદી પૂર્વેના રાજકોટ શહેરની આજે મોડર્ન સિટી બનવા સુધીની શાનદાર સફરની ઝાંખી પ્રસ્તુત કરતું આ પ્રદર્શન ખરા અર્થમાં વિશિષ્ટ બની રહેશે. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સનેઃ૨૦૦૧માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ રાજ્યએ વિકાસની દિશામાં તેજ રફતાર હાંસલ કરી. તેમના દૂરંદેશીપૂર્ણ શાસન દરમિયાન ગુજરાતના શહેરોના વર્ષો જુના પશ્નોના નિરાકરણ લાવવા સને : ૨૦૦૫ માં શહેરી વિકાસ વર્ષની ઉજવણી સાથે સંનિષ્ઠ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા અને ત્યારબાદથી આજ સુધી શહેરી વિકાસ યાત્રા અવિરત આગળ ધપી રહી છે. શહેરી વિકાસ અંતર્ગત પાણી, ડ્રેનેજ, આવાસો, બી.આર.ટી.એસ. પરિવહન, બ્રિજ, નાગરિક કેન્દ્રિત સુવિધાઓ-વેરા વસૂલાત-હિસાબી પધ્ધતિ, ઈ-ગવર્નન્સ અને એમ-ગવર્નન્સ સહિતના રિફોર્મ્સ થકી રાજકોટના વિકાસે પ્રગતિના પથ પર ઝડપી રફતાર હાંસલ કરી જે આજ પર્યંત યથાવત જળવાઈ રહી છે. જોકે આ સફરમાં સનેઃ૨૦૦૫ થી ૨૦૨૫ સુધીના ૨૦ વર્ષમાં નવાનવા આયામો અને અનેક મહત્વાકાંક્ષી આયોજનો અમલમાં મુકાયા તેની લોકોને અનુભૂતિ થઇ. એક એવી ધારણા છે કે, વર્ષઃ૨૦૪૭ સુધીમાં ગુજરાતમાં શહેરીકરણનું પ્રમાણ ૭૦ ટકા આસપાસ પહોંચશે અને એ સ્થિતિ માટે શહેરોને સુસજ્જ કરવા માટે થઇ રહેલા પ્રયાસોને હવે વધુ ને વધુ વેગ પ્રાપ્ત થશે.
આશરે ચાર સૈકાઓની ઐતિહાસિક સફરના સાક્ષી રહેલા રાજકોટ શહેરની વિકાસ યાત્રા અને પ્રગતીની ઝલક ડો. શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી સંકુલની કુલ ૬ ગેલેરીમાં રાજકોટનો ઐતિહાસીક વારસો રાજકોટની વિશિષ્ટા, રાજકોટની રેડ ફોર્ટ સુધીની ઐતિહાસિક સફર, વર્ષ-ર૦૦પ થી ર૦રપ સુધીની રાજકોટની સફર વિવિધ સેક્રટરનો વિકાસ શહેરનો વિકાસ આયોજિત આ પ્રદર્શનમાં જોવા મળશે.
આ અવસરે રાજકોટ શહેરના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી, રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, સાંસદ રામભાઈ મોકરિયા, ધારાસભ્યશ્રીઓ ઉદયભાઈ કાનગડ, ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા અને ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, મહામંત્રીશ્રીઓ અશ્વિનભાઈ મોલીયા અને વિરેન્દ્રસિંહ ઝાલા, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ અને શાસક પક્ષના દંડક મનીષભાઈ રાડીયા તેમજ રાજુભાઈ ધ્રુવ, નાયબ કમિશનરશ્રીઓ ચેતન નંદાણી અને સમીર ધડુક તથા અન્ય અધિકારીશ્રીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
એક મહિનો પ્રદર્શન ખુલ્લુ રહેશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડો. શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી રેસકોર્ષ ખાતે ‘રાજકોટની શહેરી વિકાસ યાત્રા-૨૦ વર્ષની યશોગાથા' - પ્રદર્શનનું આજરોજ તા.૨૨ નવેમ્બરના રોજ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન આગામી તા.૨૧ સુધી દરરોજ સવારે ૧૦:૦૦ વાગ્યા થી રાત્રીના ૧૦:૦૦ વાગ્યા સુધી શહેરીજનો નિહાળી શકશે
(3:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
