News of Saturday, 22nd November 2025
ગુજરાત વિકાસનું એન્જીનઃ જેનુ ખાતમુહુર્ત- લોકાર્પણ બન્ને કામ સરકાર કરે છેઃ ભુપેન્દ્રભાઇ પટેલ
મુખ્યમંત્રીના હસ્તે વિવિધ ૫૪૫ કરોડથી વધુના વિકાસકાર્યોના ઇ-લોકાર્પણ- ખાતમુહુર્ત : મુખ્યમંત્રીના હસ્તે પી.એમના આવાસના ૭૦૦થી વધુ આવાસોનો કોમ્પ્યુટરરાઇઝડ ડ્રોઃ ડાંગર, બાજરી, જુવાર, મકાઇની ટેકાના ભાવે ખરીદી ખેડૂતોના જીવનમાં નવો ઉદયઃ જીતુભાઇ વાઘાણી

મનપાની આ વિકાસગાથા એક નવા અધ્યાયરૂપે પ૪પ કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોની ભેટ : રાજકોટઃ મહાનગરપાલિકાના વિવિધ વિભાગોના રૂ.૫૪૫.૦૭ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત તથા આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસ ફાળવણીનો કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો પણ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે સવારે ૧૧:૦૦ કલાકે પુ. પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ, રૈયા રોડ રાજકોટ ખાતે યોજવામાં આવેલ. UDY ડોકયુમેન્ટરીનું નિદર્શન, શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ કોફી ટેબલ બુકનું વિમોચન અને QR Based સીટીઝન ફીડબેક સિસ્ટમનું લોન્ચિંગ પણ માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં કળષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, પ્રોટોકોલ તથા રાજકોટ જીલ્લાના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી, રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, સાંસદ રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા, શ્રીમતી ભાનુબેન બાબરીયા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, જીલ્લા કલેકટર ડો.ઓમ પ્રકાશ, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, વિરેન્દ્રસિંહ ઝાલા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, લોકાર્પણ ખાતમુહૂર્ત લગત સમિતિના ચેરમેન સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, હાઉસીંગ એન્ડ ઇમ્પ્રુવમેન્ટ સમિતિ ચેરમેન નીતિનભાઈ રામાણી, બાંધકામ સમિતિ ચેરમેન ભાવેશભાઈ દેથરીયા, ડ્રેનેજ સમિતિ ચેરમેન સુરેશભાઈ વસોયા, વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભર, શહેરના હોદેદારો સહિતના લોકો ઉપસ્થિત રહયા હતા. (તસ્વીરઃ અભીજીત બગથરીયા)
રાજકોટ, તા. ૨૨: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજકોટમાં રૂ.૫૨૨.૫૦ કરોડના ૪૯ કામોના ખાતમુહૂર્ત અને રૂ. ૨૨.૫૭ કરોડના ૦૬ કામોના લોકાર્પણ કરીને, નાગરિકોને રૂ. ૫૪૫ કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી હતી. આ સાથે ‘‘પ્રધાનમંત્રી આવાસ યોજના'' હેઠળ નિર્મિત ૭૦૦થી વધુ આવાસો કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો કરવામાં આવ્યો હતો.
રાજકોટમાં પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે આયોજિત કાર્યક્રમમાં સૌને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, અગાઉ માત્ર વિકાસની ચૂંટણી સમયે વાતો થતી, પરંતુ અત્યારે રોજેરોજ વિકાસ કામોના લોકાર્પણ- ખાતમુહૂર્ત થઈ રહ્યા છે. ‘‘જે બોલ્યા એ કર્યું, એને જમીન પર ઉતાર્યું અને લોકો સુધી પહોંચાડ્યું'' એવો વિશ્વાસ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લોકોમાં કેળવ્યો છે. જેના ખાતમુહૂર્ત થાય છે એના લોકાર્પણ આ જ સરકાર કરે છે એવી કાર્યપદ્ધતિ નરેન્દ્રભાઈએ વિકસાવી છે.
રાજકોટમાં ભૂતકાળમાં પાણીના સંકટનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, અગાઉ અહીં ટ્રેનથી પાણી આવતું, પણ આજે રાજકોટમાં પાણીની વિતરણ વ્યવસ્થા અને સ્થિતિ રોજેરોજ સુધરતી જાય છે. આજે લોકાર્પિત-ખાતમુહૂર્ત થયેલા કામોમાં સૌથી વધુ કામો પાણીને લગતા હોવાનું પણ તેમણે ઉમેર્યુ હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈએ રાજકોટના કરેલા અભૂતપૂર્વ વિકાસની ઝાંખી અંગે રેસકોર્સ ખાતેની આર્ટ ગેલેરીમાં યોજાયેલા પ્રદર્શનને નિહાળવાની તેમણે સૌને અપીલ કરી હતી. આ સાથે તેમણે કહ્યું હતું કે, વર્ષ ૨૦૦૦ પહેલા રાજકોટ કેવું હતું, આજે કેવું છે અને ભવિષ્યમાં રાજકોટના વિકાસની દિશા કેવી હશે તે આ પ્રદર્શનમાં જોવા મળે છે. શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ અંતર્ગત રાજ્યના શહેરી વિકાસ વિભાગનું બજેટ ૪૦ ટકા વધારીને રૂ. ૩૦ હજાર કરોડ કરવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ પણ તેમણે કર્યો હતો. આજે પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની આવાસ યોજનાઓમાં બનતા સુવિધાજનક સરકારી મકાનો ખાનગી બાંધકામને ટક્કર મારે તેવા હોવાનું પણ તેમણે ઉમેર્યો હતું. આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારતનો સંકલ્પ સાકાર કરવા માટે સ્વદેશી અપનાવવાનો આગ્રહ પણ મુખ્યમંત્રીશ્રીએ કર્યો હતો.
આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ કોફીટેબલ બુકનું વિમોચન કર્યું તેમજ QR Based સીટીઝન ફીડબેક સિસ્ટમ લોન્ચ કરી હતી.
રાજકોટના પ્રભારી અને કળષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રીના હસ્તે આજે શુભારંભ થયેલા વિવિધ વિકાસ કામો દર્શાવે છે કે વિકાસની યોજનાઓ અને સુવિધાઓ હવે સંતળપ્તિના સ્તરે (સેચ્યુરેશન લેવલ) પહોંચી ગઈ છે, જે રાજ્યના અભૂતપૂર્વ વિકાસની નિશાની છે. વાઘાણીએ રાજકોટને સૌરાષ્ટ્રની રાજધાની, મેન્યુફેક્ચરિંગ હબ, એન્જિનિયરિંગ હબ અને ખાસ કરીને મગફળીના કેન્દ્ર તરીકે ગણાવ્યું હતું. ખેડૂતલક્ષી નીતિઓ અંગે માહિતી આપતાં તેમણે જણાવ્યું હતું કે, સરકારે ખેડૂતો માટે કળષિ રાહત પેકેજ તેમજ રૂ. ૧૫,૦૦૦ કરોડની ખરીદી જાહેર કરી હતી. ખાસ કરીને રાજકોટ જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ૨૩,૩૪૩ લાભાર્થીઓ પાસેથી ૫,૪૫૯ ટન મગફળીની ખરીદી થઈ ચૂકી છે અને ખેડૂતોના ખાતામાં ૫૦ ટકા જેટલાં રૂપિયા જમા કરવામાં આવ્યા છે. ડાંગર, બાજરી, જુવાર, મકાઈ, રાગી માટે પણ રૂ. ૧૫૦૦ પ્રતિ હેક્ટરની ખરીદીની શરૂઆત થવાની છે, જે ખેડૂતોના જીવનમાં નવો ઉદય લાવશે. તેમણે સૌરાષ્ટ્ર માટે નરેન્દ્રભાઈ મોદી દ્વારા જાહેર કરાયેલી સૌની યોજનાનું મહત્ત્વ જણાવતાં હતો કે આ યોજનાના કારણે સૌરાષ્ટ્રની સૂકી ધરા પર નર્મદાના પાણી પહોંચ્યા છે અને પાણીની સમસ્યાઓ દૂર થઈ છે.
આ અવસરે રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયાએ શહેરમાં થયેલા અભૂતપૂર્વ વિકાસકાર્યોની ઝાંખી આપી હતી. આ સાથે કહ્યું હતું કે, વિવિધ વિકાસકાર્યોની શહેરીજનોના ‘‘ઈઝ ઓફ લિવિંગ''માં વધારો થયો છે. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ મુખ્યમંત્રીશ્રીના હસ્તે રાજકોટમાં લોકાર્પણ-ખાતમુહૂર્ત થઈ રહેલા વિકાસકાર્યો તેમજ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. જ્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે સ્વાગત પ્રવચન કર્યું હતું.
આ કાર્યક્રમમાં સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્યો સર્વ ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ભાનુબેન બાબરીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, જિલ્લા ક્લેક્ટરશ્રી ડો. ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ, અગ્રણીઓ સર્વ શ્રી ડો. માધવ દવે, ડો.ભરતભાઈ બોઘરા, શ્રી અશ્વિનભાઈ મોલિયા, શ્રી વિરેન્દ્રસિંહ ઝાલા તેમજ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ પૂર્વે મુખ્યમંત્રીશ્રીએ ડો. શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરી ખાતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત ‘‘રાજકોટની શહેરી વિકાસ યાત્રા-૨૦ વર્ષની યશોગાથા'' પ્રદર્શનનો શુભારંભ કરાવ્યો હતો. ઉપરાંત ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના કાર્યકમમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
(3:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
