તા. ૧૩ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 22nd November 2025
પરિમલભાઇ નથવાણી અને વર્ષાબેનના સુપુત્ર ચિ. કરણના આવતીકાલે શુભલગ્ન

રાજકોટ : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડાયરેકટર, કોર્પોરેટ અફેર્સ અને રાજયસભાના સાંસદ શ્રી પરિમલ નથવાણી અને શ્રીમતી વર્ષા નથવાણીના દ્વિતીય સુપુત્ર ચિ. કરણના શુભ લગ્ન સૌ.કાં. દ્વેતા, શ્રી ભૂપેશ પટેલ અને શ્રીમતી કૃતિ પટેલની સુપુત્રી સાથે તા. ર૩ નવેમ્બર ર૦રપ ને રવિવારે નિર્ધારિત થયા છે. જયારે નવયુગલનો સત્કાર સમારોહ તા. ર૪ નવેમ્બર ર૦રપ ને સોમવારના રોજ મુંબઇ ખાતે યોજાશે. આ શુભ પ્રસંગે નવદંપતિ તથા સમગ્ર નથવાણી પરિવારને અઢળક શુભેચ્છાઓ.
(4:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
