<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

આસ્થાના મહાન તહેવાર મહા કુંભનો આજથી એટલે કે સોમવાર, 13 જાન્યુઆરી 2025થી પ્રારંભ થયો છે. આજે પ્રથમ શાહી સ્નાન થઈ રહ્યું છે. દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચ્યા છે. આજે સવારના 5 વાગ્યાથી જ ભક્તો સંગમમાં ન્હાવા લાગ્યા છે. મહાકુંભમાં લોકોની ભીડને જોતા કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. તીર્થરાજ પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમના કિનારે સનાતન આસ્થાના મહાન તહેવાર મહાકુંભ 2025નો પ્રારંભ થવા જઈ રહ્યો છે. એવો અંદાજ છે કે 40 થી 45 કરોડ ભક્તો મહા કુંભ માટે પ્રયાગરાજ આવશે, જેઓ ગંગા, યમુના અને સરસ્વતીના પવિત્ર સંગમમાં અમૃત સ્નાન કરશે. આ સાથે સંગમના કિનારે લાખો ભક્તો મહાકુંભની પ્રાચીન પરંપરા કલ્પવાસ કરશે.7:44 AM IST

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો નાગરિકોને યાતાયાત માટે વધુ સુવિધાયુક્ત માર્ગો આપવાનો લોકહિતકારી અભિગમ : ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના માર્ગો ફોરલેન કરવા તથા મેજર બ્રિજ બનાવવા માટે એક જ દિવસમાં કુલ ૨૯૪ કરોડ રૂપિયા ફાળવ્યા : મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતો આણંદ-કરમસદ-સોજીત્રા રોડ ૧૩૨ કરોડના ખર્ચે ફોરલેન થશે : આદિજાતિ વિસ્તાર કપરાડા તાલુકામાં દમણગંગા નદી પર ભૂરવડ ગામે રૂપિયા ૨૬ કરોડનો મેજર બ્રિજ મંજૂર: ૧૬ આદિજાતિ ગામોની ૨૩ હજારથી વધુ જનસંખ્યાને અવરજવર માટે સરળતા થશે : ઉત્તર ગુજરાતના વિસનગર-વિજાપુર ૨૪ કિલોમીટર માર્ગને ફોરલેન કરવા ૧૩૬ કરોડ રૂપિયા: મહેસાણા જિલ્લામાંથી હિંમતનગર-ઈડર-લુણાવાડા-મોડાસા તરફ જતા વાહનો માટે યાતાયાત વધુ સુવિધાયુક્ત થશે4:50 PM IST

મકરસંક્રાંતિના પર્વ પર દાનનું મહત્ત્વ : દરેક વ્યક્તિ અંગદાન માટે સંકલ્પબદ્ધ બને : એકનું અંગદાન અનેક માટે જીવનદાન પુરવાર થાય છે એટલે જ એ મહાદાન ગણાય :;અંગોની પીડાથી પીડાતા દર્દીના જીવનના પતંગની દોર ન કપાઇ જાય તે માટે અંગદાન કરીએ : ગુજરાતમાં વર્ષ-૨૦૨૪ માં ૧૧૯ અંગદાનથી ૩૮૭ વ્યક્તિઓને નવજીવન મળ્યું : વર્ષ-૨૦૨૩ માં સરેરાશ ૧૪૭ અંગદાન થયા, જે વર્ષ ૨૦૨૪ ની સરખામણીએ ૨૦% વધારે હતા : વર્ષ ૨૦૨૪ માં સરકારી સંસ્થામાં ૪૪૧ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરીને ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે : અંદાજીત ૬,૬૧૫ વ્યક્તિઓ (૧૫ વ્યક્તિ/ટ્રાન્સપ્લાન્ટ) અને ૧૫૪૩ કલાક (૩.૫ કલાક સરેરાશ)ની અથાક મહેનતના અંતે ૪૪૧ સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટ થયા :;વર્ષ ૨૦૨૪ માં ૬૬ લીવર ટ્રાન્સપ્લાન્ટ : અંદાજીત ૭૨૬ વ્યક્તિઓ(૨૦ વ્યક્તિ/ટ્રાન્સપ્લાન્ટ) અને ૧૧૮૮ કલાક (૧૮ કલાક સરેરાશ)ની મહેનતના અંતે ૬૬ સફળ લીવર ટ્રાન્સપ્લાન્ટ : વર્ષ -૨૦૨૪ માં ગુજરાતમાં ૧૧૯ બ્રેઇનડેથ ડોનરમાંથી ૨૧૦ કિડની,૧૦૯ લીવર, ૩૪ હ્રદય, ૨૬ ફેફસાઓ, ૨ સ્વાદુપિંડ, ૧ નાનું આંતરડું, ૫ હાથના ડોનેશન મળ્યાં : બ્રેઇન ડેથ અને અંગદાન અંગેની વધુ માહિતી https://sotto.nic.in/StateHome.aspx પર ઉપલબ્ધ 5:00 PM IST

દેશ-વિદેશના કરોડો માઈ ભકતોની ઉંડી આસ્‍થાને અખંડ શ્રઘ્‍ધાના પ્રતિકસમા આરાસુરી દયાની દેવી માં અંબાનો પ્રાગટય દિવસ પોષી પુનમ : મા અંબા વિશ્‍વંભરી દયાની મહાદેવી જનેતા છે, માતા સ્‍વરૂપ છે તેથી અંબાજી સૌથી પહેલા પ્રગટેલી માતૃશકિત છે માં અંબાનું મૂળ પ્રાગટય સ્‍થળ ગબ્‍બર પર્વતની ટોચ છે ત્‍યાથી માતાજીની અખંડ જયોત માતાજીના મુખ્‍ય દ્વારે લાખો માઈ ભકતો હર્ષ ઉલ્લાસથી લઈ આવે છેઃ આજના દિવસે માં ના ચાચર ચોકમાં માં શકિત યજ્ઞ, ચંડીપાઠ અને ગરબાનું આયોજન થાય છે અર્બદ(આબુ) પર્વતના એક ભાગ સ્‍વરૂપે આરાસુર પર્વત વિસ્‍તારમાં અંબાજીનું પીઠ સ્‍થાન ઈ.સ. ના ત્રીજા, ચોથા દાયકાનું હશે એવી એક માન્‍યતા છેઃ જૈનોના તિર્થંકર ભગવાન નેમીનાથના માં અંબા કુળદેવી છે દેવી સતીનું હદય આરાસુર પર્વત ઉપર પડેલ જેથી ત્‍યાં માં અંબાજીની શકિતપીઠની સ્‍થાપના થઈઃ માતાજીને સવારે બાળા બપોરે યુવા અને સાંજે વૃઘ્‍ધાનો પોષાક ધારણ કરાવી પુજન વિધી થાય છે પોષી પૂર્ણિમાં દેવીઓની દેવી આદિશકિત માં અંબાજીનો પ્રાગટય દિન ગણાય છે, દેવોનો શકિતપુંજ દેવી શકિત અંબાજી રૂપે પ્રગટેલ એવી પૌરાણિક કથા છે4:49 PM IST

વાંકાનેરની અંધ- અપંગ ૧૨૦૦ થી વધુ ગોૈમાતા માટે દાતાઓ દાનની સરવાણી વહાવશે : ગૌમાતાના નિભાવ માટે દરરોજ ૧ લાખથી વધુનો ખર્ચ હોવા છતાં ખર્ચની ચિંતા ગૌમાતાઓ ઉપર છોડીને સંચાલકો દ્વારા રખડતી -ભટકતી નિરાધાર ગૌમાતાઓને સ્‍વીકારવામાં આવતી હોય છેઃ દાન સ્‍વીકારવામાં રાજકોટ-મોરબી-જામનગર-સુરેન્‍દ્રનગર વાંકાનેર-જામખંભાળીયા-સુરતમાં વ્‍યવસ્‍થા ગોઠવાશે અંધ-અપંગ ગૌઆશ્રમમાં સંસ્‍થા દ્વારા ગૌમાતાની રજવાડી સેવા આપતી સંસ્‍થા ઉપરોકત સંસ્‍થામાં ૨૪×૭ ઈમરજન્‍સી સારવાર ઉપલબ્‍ધ તેમજ અકસ્‍માતગ્રસ્‍ત ગૌમાતાને સંસ્‍થાને વાહન મારફતે આશ્રમ ખાતે લાવી પુરતી જરૂરી સારવાર કરી પ્રશંસનીય કામગીરી કરતી સંસ્‍થા (૨૪ કલાક ડોકટરી સેવા ઉપલબ્‍ધ) ૨૪×૭ ગૌમાતા માટે એડમીશન ઓપન (કોઈપણ ચાર્જ વિના) કોઈપણ સમયે આ સંસ્‍થામાં ગૌમાતાનો સ્‍વીકાર11:24 AM IST

યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST