<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd November 2025

હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં તીવ્ર ઠંડીએ રેકોર્ડ તોડ્યો :ઉત્તર ભારતમાં ભારે ઠંડીની હવામાન વિભાગની ચેતવણી

રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ અને હરિયાણા, ઉત્તરપ્રદેશમાં તીવ્ર ઠંડીની આગાહી

હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં ઠંડીએ રેકોર્ડ તોડ્યો છે. તાબાનું તાપમાન માઇનસ 5.3, કુકુમસેરી માઇનસ 4.1, કેલાંગ માઇનસ 3.6 અને કલ્પા 0.4 ડિગ્રી સેલ્સિયસ જોવા મળ્યુ છે. હવામાન વિભાગનું અનુમાન છે કે આવનારા દિવસોમાં હવામાન સાફ રહેશે.જોકે રાત્રિના સમયે ઠંડી વધુ વધી શકે છે. આનાથી વિપરીત ઉનામાં ગઇ કાલે 28.2 ડિગ્રી સેલ્સિયસની સાથએ સૌથી વધારે તાપમાન જોવા મળ્યુ છે. 

   ઘણા રાજ્યોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે પહોંચ્યું છે અને રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબમાં ઠંડીની ચેતવણી આપવામાં આવી છે, હરિયાણા, ઉત્તરપ્રદેશમાં તીવ્ર ઠંડીની ચેતવણી આપવામાં આવી છે, રાજસ્થાનમાં સૌથી વધુ ઠંડીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે, 12 જિલ્લાઓમાં તાપમાન 10 ડિગ્રીથી નીચું નોંધાયું છે અને રાજસ્થાનના સીકરમાં સૌથી ઓછું તાપમાન 7 ડિગ્રી નોંધાયું છે, મધ્યપ્રદેશના ભોપાલ, રાજગઢ, ઇન્દોરમાં ઠંડીની શરૂઆત થઈ છે, મધ્યપ્રદેશના રાજગઢમાં 7 ડિગ્રી તાપમાન નોંધાયું છે, છત્તીસગઢના સુરગુજા ક્ષેત્રમાં પણ ઠંડીનું એલર્ટ આપવામાં આવ્યું છે અને પેંડરામાં તાપમાન 9 ડિગ્રી સુધી પહોંચી ગયું છે.


 

(12:57 AM IST)