હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
25 નવેમ્બરે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિર પર ઐતિહાસિક ધ્વજારોહણ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હાજરી આપીને ધ્વજારોહણ અને પૂજન અર્ચન કરશે
આ ઐતિહાસિક ધજાનું સર્જન અમદાવાદના ભરતભાઈ મેવાડા દ્વારા કરવામાં આવ્યું : ભરતભાઈ મેવાડા અને તેમની 80 વર્ષ જૂની પેઢી અતિ કુશળ કારીગર છે, જેમણે આ ધજા સંપૂર્ણ રીતે તૈયાર કરી

નવી દિલ્હી તા.૨૩ :આ વર્ષ 25 નવેમ્બરના દિવસે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિર પર ઐતિહાસિક ધ્વજારોહણનો પ્રસંગ જોવા મળશે. આ સમારોહમાં મુખ્ય અતિથી તરીકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હાજરી આપી ધ્વજારોહણ કરશે.
આ ઐતિહાસિક ધજાનું સર્જન અમદાવાદના ભરતભાઈ મેવાડા દ્વારા કરવામાં આવ્યું છે. ભરતભાઈ મેવાડા અને તેમની 80 વર્ષ જૂની પેઢી અતિ કુશળ કારીગર છે, જેમણે આ ધજા સંપૂર્ણ રીતે તૈયાર કરી છે.
આ પ્રસંગ માટે વિશેષ રીતે બનાવવામાં આવેલી ધજા અમદાવાદની કારીગરીનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ ધજા 42 ફૂટ ઊંચા ધ્વજારોહણ સ્તંભ પર ચડાવવામાં આવશે, જે 161 ફૂટ ઊંચા મંદિરના શિખર પર સ્થિત છે. વિશેષતા એ છે કે આ ધજા 360 ડિગ્રીમાં ફરકતી હોય છે, જેના કારણે પવન, વરસાદ કે તોફાન હોવા છતાં પણ આ સુંદર ધજા લહેરાતી રહેશે.
ધજા કોણે બનાવી ?
આ ઐતિહાસિક ધજાનું સર્જન અમદાવાદના ભરતભાઈ મેવાડા દ્વારા કરવામાં આવ્યું છે. ભરતભાઈ મેવાડા અને તેમની 80 વર્ષ જૂની પેઢી અતિ કુશળ કારીગર છે, જેમણે આ ધજા સંપૂર્ણ રીતે તૈયાર કરી છે. ભરતભાઈ પોતાના દીકરા સાથે અયોધ્યામાં પહોંચી ગયા છે અને ધ્વજારોહણ સમારોહમાં યજમાન તરીકે પૂજા વિધિમાં જોડાશે.
ભરતભાઈના પરિવારમાં ખુશીની લાગણી જોવા મળે છે. તેમના પુત્ર કશ્યપ મેવાડા કહે છે, અમારા સમાજ માટે આ ખુબજ ગર્વની બાબત છે. અમારા ઘરે તૈયાર થયેલી ધજા ભગવાન રામના મંદિરમાં ચઢાવવામાં આવશે.. આ સૌ માટે અદભૂત ક્ષણ છે'
આ ધ્વજારોહણ માત્ર રામ મંદિરના ભવ્ય નિર્માણનો એક મહત્વપૂર્ણ પ્રસંગ નહીં, પરંતુ સમગ્ર દેશમાં શ્રદ્ધાળુઓ માટે એક ઐતિહાસિક ક્ષણ સાબિત થશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
