News of Sunday, 23rd November 2025
ભૂકંપ ચેતવણીઓ મોબાઈલ ફોનમાં મેળવવા માટે જાણો ક્યાં બે મુખ્ય સેટિંગ્સ અથવા એપ્લિકેશનો હોવી જરૂરી
મોટાભાગના નવા એન્ડ્રોઇડ ફોનમાં આ સુવિધા ડિફોલ્ટ રૂપે ચાલુ હોય છે.

નવી દિલ્હી : છેલ્લા કેટલાક સમયથી ભારત અને વિદેશમાં સતત ભૂકંપના આંચકાનો કોઈને કોઈ જગ્યાએ અનુભવ થતો રહે છે. આ પૈકી કેટલાક ખૂબ જ ખતરનાક સાબિત થતા હોય છે. જેમ કે બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, ફિલિપાઇન્સ, રશિયા અને તાઇવાનમાં ભૂકંપ, જે જીવલેણ સાબિત થયા છે. ભારતમાં પણ વારંવાર હળવા ભૂકંપ આવી રહ્યા છે .
આ અઠવાડિયે શુક્રવાર, 21 નવેમ્બર, 2025ના રોજ સવારે 10:08 થી 10:10 વાગ્યાની વચ્ચે કોલકાતા અને પશ્ચિમ બંગાળના ઘણા જિલ્લાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા આશરે 5.5 થી 5.7 માપવામાં આવી હતી.
ફોનની બિલ્ટ-ઇન સેટિંગ્સ સૌથી મહત્વપૂર્ણ છે કારણ કે Google એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં 'Android Earthquake Alerts System'પ્રદાન કરે છે જે તમારા ફોનના સેન્સર જેમ કે એક્સીલેરોમીટરનો ઉપયોગ કરીને ભૂકંપ શોધી કાઢે છે. મોટાભાગના નવા એન્ડ્રોઇડ ફોનમાં આ સુવિધા ડિફોલ્ટ રૂપે ચાલુ હોય છે.
તેને કેવી રીતે ચાલુ કરવું તે જાણો.
- સેટિંગ્સ એપ્લિકેશન ખોલો.
- સુરક્ષા અને ઈમર્જન્સી(Safety And Emergency) ઓપ્શન પર સ્ક્રોલ કરો અને ટેપ કરો.
- (કેટલાક ફોનમાં તે Location And Privacy સેટિંગ્સ હેઠળ પણ હોઈ શકે છે)
- ભૂકંપ એલર્ટ ((Earthquake Alerts) પર ટેપ કરો.
- આ સુવિધા ચાલુ(On) કરો.
- ધ્યાન રાખો કે આ સુવિધા કાર્ય કરવા માટે તમારા ફોનમાં ઇન્ટરનેટ કનેક્શન (મોબાઇલ Data અથવા Wi-Fi) અને Location Services ચાલુ હોવી આવશ્યક છે. તે 4.5 કે તેથી વધુ તીવ્રતાના ભૂકંપ માટે ચેતવણીઓ મોકલી શકે છે.
iPhone (iOS) વપરાશકર્તાઓ માટે
iPhoneમાં પણ આ પ્રકારની ઇમરજન્સી એલર્ટ સુવિધા છે, જેને તમે સક્ષમ કરી શકો છો.
સેટિંગ્સ (Settings)ખોલો.
નોટિફિકેશન(Notifications) પર જાઓ.
નીચે સ્ક્રોલ કરો અને
ખાસ ભૂકંપ એલર્ટ એપ્લિકેશ
તમે પ્લે સ્ટોર અથવા એપ સ્ટોરમાંથી ખાસ ડિઝાઇન કરેલી ભૂકંપ ચેતવણી એપ્લિકેશનો પણ ઇન્સ્ટોલ કરી શકો છો. આ એપ્લિકેશનો ઘણીવાર વિશ્વભરના ભૂકંપ ડેટાનો ઉપયોગ કરે છે. ભારતમાં ઉપલબ્ધ હોઈ શકે તેવી કેટલીક લોકપ્રિય એપ્લિકેશનોમાં શામેલ છે:
- My Earthquake Alerts
- Earthquake Network
- EMSC LastQuake
(11:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
