News of Monday, 24th November 2025
દર મહિને ૪૦૦૦ રૂપિયા જમા કરાવો તો ૧૦ વર્ષ પછી કેટલું રિટર્ન મળશે?
છેલ્લા કેટલાક સમયથી લોકોમાં SIPમાં રોકાણ કરવાનો રસ ઝડપથી વધ્યો છે : રોકાણકારોને ૧૦ વર્ષે કુલ ૮,૯૬,૧૪૪ રૂપિયા મળશેઃ ૧૦ વર્ષે આશરે ૪,૧૬,૧૪૪ રૂપિયાનો નફો થશે

નવી દિલ્હી તા.૨૪: આજકાલ દરેક વ્યક્તિ મ્યુચ્યુઅલ ફંડની વાત કરે છે. ખાસ કરીને SIP (સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) એ લોકોની પહેલી પસંદગી બની ગયું છે. લોકો મ્યુચ્યુઅલ ફંડમાં જોરશોરથી રોકાણ કરી રહ્યા છે. આમાં ન્યૂનતમ અંદાજિત રિટર્ન ૧૨થી ૧૪ ટકા હોઈ શકે છે. જોકે, આ રિટર્ન બજારના ઉતાર-ચઢાવ પર આધાર રાખે છે. આજે આપણે લ્ત્ભ્ કેલ્ક્યુલેશનની મદદથી સમજીએ કે જો કોઈ વ્યક્તિ ૧૦ વર્ષ સુધી દર મહિને ૪૦૦૦ રૂપિયાની SIP કરે તો તેમનું ૧૦ વર્ષ પછી કુલ કેટલું ફંડ તૈયાર થઈ જશે?
SIP શું છે? - SIP એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની એક રીત છે. આમાં, તમે દર મહિને એક નિヘતિ રકમનું રોકાણ કરો છો, જેમ તમે લોનની EMI ચૂકવો છો. તમારા આ પૈસાથી મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સ ખરીદવામાં આવે છે. SIP દ્વારા, તમે લાંબા ગાળે ધીમે-ધીમે એક મોટું ફંડ બનાવી શકો છો. SIPનો સૌથી મોટો ફાયદો ચક્રવૃદ્ધિ ની શક્તિ છે, જ્યાં તમારું વળતર પણ વધુ વળતર કમાય છે. આ પ્રક્રિયા લાંબા ગાળાના રોકાણ માટે અત્યંત લાભદાયક સાબિત થાય છે. રોકાણનો સમયગાળો જેટલો લાંબો હોય, તેટલો વધુ ફાયદો થાય છે.
હવે આપણે વાત કરીએ કે જો કોઈ વ્યક્તિ ૧૦ વર્ષ સુધી દર મહિને ૪-૪ હજાર રૂપિયા SIPમાં જમા કરાવે તો ૧૦ વર્ષ પછી તેમને કેટલું રિટર્ન મળશે? જો કોઈ રોકાણકાર ૧૦ વર્ષ સુધી દર મહિને ૪૦૦૦ રૂપિયાની SIP કરે છે, તો ૧૨% વાર્ષિક વ્યાજ દરના હિસાબે તેમને કુલ ૮,૯૬,૧૪૪ રૂપિયા મળશે.
આ ૧૦ વર્ષમાં તેમનું કુલ રોકાણ ૪,૮૦,૦૦૦ રૂપિયા હશે. જ્યારે ૧૦ વર્ષે કુલ ૪,૧૬,૧૪૪ રૂપિયા રિટર્ન મળશે. એટલે કે રોકાણકારને ૧૦ વર્ષે આશરે ૪,૧૬,૧૪૪ રૂપિયાનો નફો થશે. આમ રોકાણકારોને ૧૦ વર્ષે કુલ ૮,૯૬,૧૪૪ રૂપિયા મળશે.
SIPના ફાયદા - SIP દ્વારા તમે માત્ર ૧૦૦ રૂપિયાથી જ રોકાણ શરૂ કરી શકો છો. તેમાં કોઈ મહત્તમ મર્યાદા નથી. તમે જ્યારે ઈચ્છો ત્યારે SIPની રકમ વધારી શકો છો. આ ઉપરાંત તમે જ્યારે ઈચ્છો ત્યારે તેને રોકી પણ શકો છો. આમાં FD કે RDની જેમ કોઈ સમય મર્યાદા હોતી નથી, તમે જેટલા પણ લાંબા સમય માટે ઈચ્છો તેટલું રોકાણ કરી શકો છો.
SIPના ગેરફાયદા - SIP હેઠળ તમારા પૈસા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ થાય છે. આ ફંડમાંથી મળતું વળતર બજારના ઉતાર-ચઢાવ પર આધાર રાખે છે. SIP શેરબજાર સાથે કનેક્ટ હોવાથી તેમાં મોટું જોખમ પણ રહે છે.
(ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલ રોકાણને લગતી જાણકારી ફક્ત સામાન્ય માહિતી રજૂ કરે છે. અમે તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપની વિવેકબુદ્ધિનો ઉપયોગ અને નિષ્ણાતોનું માર્ગદર્શન જરૂર લો.)
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
